કિંજલ દવેએ પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો જન્મદિવસ, પિતાએ આપી ખૂબ જ સુંદર ગિફ્ટ- જુઓ તસવીરો
ગુજરાતની કોકિલકંઠી કહેવાતી કિંજલ દવેની ગાયિકીના દીવાના ગુજરાતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે. કિંજલનો જ્યાં પણ કોઈ પ્રોગ્રામ હોય ત્યારે ચાહકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડતા હોય છે. કિંજલ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.
પરિવાર સાથે કિંજલે ઉજવ્યો પોતાનો જન્મદિવસ
તે અવાર નવાર તેના સોશિયલ મીડિયામાં તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ કિંજલ દવેએ કેટલીક તસવીરો શેર કરી છે, જે તેના જન્મદિવસની છે. આ તસવીરોમાં તે તેના પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરતી જોવા મળી રહી છે. કિંજલ દવેએ જે તસવીરો શેર કરી છે, તેમાં તે શર્ટ અને ડેનિમમાં જોવા મળી રહી છે.
કેક કાપી ઉજવણી કર્યાની તસવીરો કરી શેર
આ લુક સાથે તેણે વાળ પણ ખુલ્લા રાખ્યા છે અને તે કેક સાથે પોઝ આપી રહી છે. આ ઉપરાંત બીજી તસવીરોમાં તે તેના પરિવાર સાથે જોવા મળી રહી છે. કિંજલે જે તસવીરો શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં તે તેના માતા-પિતા સાથે તો બીજી એક તસવીરમાં તેના ભાઇ સાથે જોવા મળી રહી છે.
પિતાએ આપી ગિફ્ટ
કિંજલ દવેના જન્મદિવસ પર તેના પિતા લલિત દવે તેને ભેટ પણ આપતા જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં કિંજલ દવે તેની માતાને ભેટતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરવાની સાથે કિંજલે કેપ્શનમાં લખ્યુ- “તમારા જન્મદિવસનો સંદેશ વાંચ્યા પછી હું અભિભૂત, હૃદયથી ભરેલું અને કૃતજ્ઞતાથી ચમકી રહી છું.
પોસ્ટ શેર કરી લખ્યુ ખાસ કેપ્શન
મારા દિવસને વિશેષ બનાવવા બદલ તમારો આભાર.સમય કાઢીને અને મને જન્મદિવસની તમારી હાર્દિક શુભેચ્છાઓ મોકલવા બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર.” (“Overwhelmed, heart full, and glowing with gratitude is how I’m feeling after reading your birthday message. Thank you for making my day extra special” . Thanks a lot everyone for Taking time and Sending me Your warmest Birthday wishes♥️🙏🏻)