“ગોળકેરી” અને “કચ્છ એક્સપ્રેસ” જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપનાર સોલ સૂત્ર સ્ટુડિયો લાવી રહ્યું છે વધુ એક ધમાકેદાર હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી”

ગુજરાતીઓ તૈયાર થઇ જાઓ, થિયેટરમાં એક ગજબની હોરર કોમેડી ફિલ્મ માણવા માટે, શરૂ થઇ ગયું છે “ઝમકુડી” ફિલ્મનું શૂટિંગ, જુઓ શું છે ફિલ્મમાં ખાસ ?

Filming of Zamkudi has Started : છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ બદલાયો છે. આજના સમયમાં એવી એવી ગુજરાતી ફિલ્મો બની રહી છે, જે દર્શકોના દિલ જીતી રહી છે અને બોક્સ ઓફિસ પર પણ સારી એવી કમાણી કરી રહી છે, ફિલ્મ નિર્માતાઓ પણ એક પછી એક ચાહકોને ગમે એવી ફિલ્મોના નિર્માણ કરી રહ્યા છે. ત્યારે “ગોળકેરી” અને “કચ્છ એક્સપ્રેસ” જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપનાર સોલ સૂત્ર સ્ટુડીયોના બેનર હેઠળ હવે વધુ એક ધમાકેદાર ગુજરાતી ફિલ્મ બની રહી છે.

ટેલેન્ટની ત્રિપુટી જોડાઈ આ ફિલ્મ સાથે :

ટેલેન્ટની ત્રિપુટી એટલે કે વિરાજ ઘેલાણી, માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ અદભુત હોરર કોમેડી માટે એક થઇ ગયા છે અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર વિરાજ ઘેલાણી , “સોલ સૂત્ર સ્ટુડિયો” બેનર હેઠળ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા નિર્મિત હોરર કોમેડી “ઝમકુડી” ફિલ્મમાં ગુજરાતી સિનેમામાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

“ગોળકેરી” અને “કચ્છ એક્સપ્રેસ” જેવી હિટ ફિલ્મો આપી છે :

આ ફિલ્મને લઈને દિગ્દર્શક ઉમંગ વ્યાસના જણાવ્યા અનુસાર,”આ ફિલ્મ ખૂબ જ મનોરંજક અને ઉત્તેજક હશે, જેમાં આનંદ અને રોમાંચના સારા મિશ્રણ સાથે અંત સુધી દર્શકોની રુચિ જળવાઈ રહેશે.” સોલ સૂત્ર સ્ટુડિયો, “ગોળકેરી” અને “કચ્છ એક્સપ્રેસ” જેવી હિટ ફિલ્મોનું નિર્માણ કર્યા પછી, “ઝમકુડી” સાથે ફરી એકવાર પ્રેક્ષકો પર મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું શૂટિંગ 25 નવેમ્બરથી શરૂ થઇ ચૂક્યું છે અને 2024 સુધીમાં આ ફિલ્મ થિયેટરમાં દર્શકો સુધી પહોંચી જશે એવી આશા પણ રાખવામાં આવી રહી છે.

આ કલાકારો જોવા મળશે “ઝમકુડી”માં :

આ ફિલ્મમાં વિરાજની સાથે પ્રખ્યાત કલાકારોમાં માનસી પારેખ, સંજય ગોરાડિયા, ઓજસ રાવલ, ચેતન દૈયા, નિસર્ગ ત્રિવેદી અને બીજા ઘણા મોટા નામો પણ જોડાયેલાં છે. અનુભવી કલાકારોનું સંયોજન એક અવિસ્મરણીય સિનેમેટિક અનુભવનું વચન આપે છે, પેટ પકડીને હસાવે એવી કોમેડી સાથે રૂંવાડા ઉભા કરી દેનારું હોરર પણ આ ફિલ્મમાં માણવા મળશે.

માનસી પારેખ વિશે :

માનસી પારેખ હિન્દી સિરિયલો, ફિલ્મો અને જાહેરાતોમાં તેમના કામ માટે પ્રખ્યાત છે અને આજના સમયે તે ગુજરાતી ફિલ્મોમાં પણ અકલ્પનીય કામ કરી રહ્યા છે. “ઝમકુડી” ફિલ્મ દર્શકો માટે ખુબ જ આકર્ષણ જન્માવનારી રહેવાની છે. કારણ કે આ ફિલ્મ લોકોને એવું રોમાંચક મનોરંજન પૂરું પાડશે જેને માણવા માટે દર્શકો પણ આતુર રહેશે અને આવા વિષયને જાણવા માટે પણ ઉત્સુક હશે.

પાર્થિવ ગોહિલ વિશે :

પાર્થિવ ગોહિલે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં તેમના ડાયનેમિક સ્ટેજ પરફોર્મન્સ અને ગીતો વડે વિશ્વભરના પ્રેક્ષકોને ડોલાવ્યા છે. તેમને રિલાયન્સ જેવી કોર્પોરેટ સાથે પણ મ્યુઝિક ક્યુરેશન અને પ્રોડક્શનમાં કામ કર્યું છે. ફિલ્મ નિર્માતા તરીકેની તેમની ભૂમિકામાં પગ મૂકતાં તે કહે છે “માનસી અને હું હંમેશાથી અલગ-અલગ શૈલીઓ સાથે પ્રયોગો કરતા રહેવા માંગીએ છીએ. હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે અમારી પાસે ઘણી બધી નવી વસ્તુઓ છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ.

ચાહકોને મળશે નવો રોમાંચ :

જો બીજું તમને જણાવીએ તો સોલ સૂત્ર સ્ટુડિયો “માનસી અને પાર્થિવ” સાથે એક નવી જોડી બનાવી રહ્યા છે આરડી બ્રધર્સના “શ્રી ધવલ ઠક્કર” . આ ફિલ્મ એક અનોખા અને મનોરંજક વર્ણનમાં હોરર અને કોમેડીના તત્વોને એકસાથે વણાટ કરીને, લાગણીઓની રોલર કોસ્ટર રાઈડ પર પ્રેક્ષકોને લઈ જવા માટે સેટ છે. આ નવેમ્બરમાં ફિલ્માંકન શરૂ થતાં, સોલ સૂત્ર સ્ટુડિયો સિનેફિલ્સ અને ચાહકોને અપડેટ્સ, પડદા પાછળની ઝલક અને “ઝમકુડી” ના નિર્માણમાં વિશિષ્ટ આંતરદૃષ્ટિ માટે જોડાયેલા રહેવા માટે આમંત્રિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Manasi Parekh (@manasi_parekh)

Niraj Patel