દુલ્હા રાઘવને જોઇ ખુશીથી ઉછળી પરિણીતિ ચોપરા, વરમાળાથી લઇને સિંદુર સેરેમની સુધીની ઝલક જોવા મળી વેડિંગ વીડિયોમાં

પરિણીતિ ચોપરાના વેડિંગ ગિફ્ટ પર પતિ રાઘવ ચડ્ડાનું રિએક્શન, લખ્યુ- થેંક્યુ મિસિસ ચડ્ડા…

સામે આવ્યો ‘રાઘનીતિ’ના લગ્નનો વીડિયો, જુઓ જાન, વરમાળા સહિત ફેરોનો નજારો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Parineeti Chopra Raghav Chadha Wedding Video: જ્યારથી આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા સાથે લગ્ન કર્યા છે, ત્યારથી બંને ચર્ચામાં રહે છે. બંનેના લગ્નની તસવીરો અને વીડિયો જોવા માટે ચાહકો ઉત્સુક હતા, ત્યારે લગ્ન બાદ પરિણીતિ તસવીરો શેર કરી હતી. જે પછી હવે પરિણીતિએ લગ્નનો વીડિયો શેર કર્યો છે.

સામે આવ્યો ‘રાઘનીતિ’ના લગ્નનો વીડિયો
આ વીડિયોમાં રાઘવના તૈયાર થવાથી લઇને જાન આવવા, વરમાળા, ફેરા અને સિંદુર સેરેમનીની ઝલક જોવા મળે છે. પરિણીતિએ જે લગ્નનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, તેમાં તેની એન્ટ્રીથી લઇને સિંદૂરદાન સુધીની ઝલક જોઇ ચાહકો ખૂબ ખુશ છે. જણાવી દઇએ કે, પરિણીતિ અને રાઘવના લગ્ન 24 સપ્ટેમ્બરે ઉદયપુરના ધ લીલા પેલેસમાં થયા હતા.

વરમાળાથી લઇને સિંદુર સેરેમની સુધીની ઝલક જોવા મળી
જેની ઘણી તસવીરો પરિણીતિએ શેર કરી હતી અને વાયરલ પણ થઇ હતી. ત્યારે હવે પરીએ પોતે લગ્નનો વીડિયો શેર કર્યો છે, જેમાં લગ્ન માટે તેની ખુશી જોતા જ બની રહી છે. વીડિયોમાં પરીએ તેના ડ્રીમી વેડિંગની ઝલક બતાવી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અભિનેત્રીએ તેના ખાસ દિવસને યાદગાર બનાવવામાં કોઇ કસર નથી છોડી.

પરિણીતિ ચોપરાના વેડિંગ ગિફ્ટ પર પતિ રાઘવ ચડ્ડાનું રિએક્શન
વીડિયોમાં પરી અને રાઘવના માતા-પિતાની ઝલક પણ જોવા મળી રહી છે. વેડિંગ વીડિયો શેર કરતા રાઘવે લખ્યુ- મેં ક્યારેય વિચાર્યુ નહોતુ કે મને આવી રીતની ગિફ્ટ મળશે, પણ મને લાગે છે કે મારી સિંગર વાઇફને મને હેરાન કરવાનું પસંદ છે. હું રિયલમાં અભિભૂત છું. તમારો અવાજ હવે સાઉન્ડટ્રેક બની ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Raghav Chadha (@raghavchadha88)

મારી જિંદગી…આપણી જિંદગી…ધન્યવાદ મિસિસ ચડ્ડા.હું પોતાને દુનિયાનો સૌથી લકી પર્સન માનુ છુ કે તમે મારા સાથે છો. તો પરીએ વીડિયો શેર કરતા લખ્યુ- મારા પતિ માટે…સૌથી મહત્વપૂર્ણ ગીત જે મેં ગાયુ છે. તારી તરફ ચાલવું, જાનથી છુપાવવું, હું પણ શું કહુ ઓ પિયા, ચલ ચલેં આ. આ ગીતને હકિકત કરવામાં મદદ કરવાવાળા બધા લોકોની આભારી છું.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

સંગીતકાર ગૌરવ દત્તા. ગીત- ગૌરવ દત્તા, સની એમઆર અને હરજોત કૌર. નિર્માતા- નબીલ અને સની એમઆર અને નિશ્ચિત રૂપથૂ મારી પૂરી ટીમને ધન્યવાદ, જેમણે આને બનાવ્યુ. આ દિવસ ખૂબ જ ખાસ છે.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

Shah Jina