‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી એક્ટ્રેસની એન્ટ્રી, જાણો કઇ અભિનેત્રીની લીધી જગ્યા

“તારક મહેતા…”માં થઇ નવી અભિનેત્રીની એન્ટ્રી, જાણો કોને કરી જૂની રીટા રીપોર્ટરને રિપ્લેસ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Ramsha Farooqui Replaces Priya Ahuja : ટીવીના સૌથી હિટ ફેમીલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકોની કોઇ કમી નથઈ. આ શો છેલ્લા 15 વર્ષથી લોકોને મનોરંજન પૂરુ પાડી રહ્યો છે. આ શોના દરેક કલાકારને લોકોથી ખૂબ પ્રેમ પણ મળે છે. શોના ચાઇલ્ડ આર્ટિસ્ટને પણ લોકો ઘણા પસંદ કરે છે. ઘણા કલાકાર આ શોનો હાલ હિસ્સો નથી તો પણ લોકો તેમના લાઇફની બધી અપડેટથી વાકેફ રહેવા માગે છે.

“તારક મહેતા…”માં થઇ નવી અભિનેત્રીની એન્ટ્રી
તે પછી દયાભાભી ઉર્ફે દિશા વાકાણી હોય કે રીટા રીપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજા. પ્રિયાએ ગત દિવસોમાં આ શોને અલવિદા કહી દીધુ હતુ. ત્યારે હવે આ શોમાં એક નવી એક્ટ્રેસની એન્ટ્રી થઇ છે. છેલ્લા ઘણા વર્ષોમાં કેટલાક એક્ટર્સે આ શોને અલવિદા કહી દીધુ છે. તારક મહેતાનું પાત્ર નિભાવતા શૈલેશ લોઢાથી લઇને રોશન ભાભીનું પાત્ર નિભાવતી જેનિફર મિસ્ત્રીએ શો છોડવા સાથે મેકર્સ પર ગંભીર આરોપો પણ લગાવ્યા.

જૂની રીટા રીપોર્ટરને કરી રિપ્લેસ
હાલમાં જ લાંબા સમયથી શોમાં જોવા મળતી પ્રિયા આહુજાએ પણ કહ્યુ કે તેણે શો છોડી દીધો છે. આ પહેલા ઘણીવાર પ્રિયા કહી ચૂકી હતી કે તેને એવા મોકા નહોતા મળતા કે જે તેને લગ્ન પહેલા મળી રહ્યા હતા. એટલું જ નહિ, તેણે કહ્યુ કે તેના પતિ માલવ રાજદા કે જે શોના ડાયરેક્ટર હતા અને તેમના શો છોડ્યા બાદ એક્ટ્રેસને શુટિંગ માટે બોલાવવામાં પણ નથી આવી.

રમશા ફારૂકીએ પ્રિયા આહુજાને કરી રિપ્લેસ
તેણે શોના પ્રોડ્યુસર અસિત મોદી સાથે પણ વાત કરી, પરંતુ બરાબર રિસ્પોન્સ ન મળ્યો. ઘણા મહિનાઓ સુધી રાહ જોયા બાદ એક્ટ્રેસે પરેશાન થઇ શો છોડી દીધો. ત્યારે હવે પ્રિયા આહુજાની જગ્યાએ નવી એક્ટ્રેસને લાવવામાં આવી છે. આ એક્ટ્રેસને હાલમાં જ દહી હાંડી વાળા એપિસોડમાં જોવામાં આવી હતી. રીટા રીપોર્ટર બનેલી રમશા ફારૂકીનો પણ લુક નાના વાળ વાળો રાખવામાં આવ્યો છે, પરંતુ તેની બોલવાની રીત બિલકુલ પણ પ્રિયા આહુજા જેવી નથી.

જુલાઇના અંતમાં પણ એક નાની ઝલક રમશાની જોવા મળી હતી. તારક મહેતા ટીવી પર રીટા રીપોર્ટરનો રીપોર્ટ જોતા જોવા મળ્યા હતા, જેમાં તે ભારે વરસાદની સંભાવના વિશે જણાવી રહી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યુ કે નવી રીટા રીપોર્ટરને એટલે પ્રેમ મળે છે જેટલો જૂની રીટા રીપોર્ટર એટલે કે પ્રિયા આહુજાને મળતો હતો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina