કપલને જોતા જ ચિમ્પાન્જી નાના બાળકની જેમ દોડીને તેમને વળગી પડ્યું, વીડિયો જોઈને ભાવુક થઇ ગયા યુઝર્સ, જુઓ

માણસો કરતા  પણ પ્રાણીઓ વધુ માયાળુ હોય છે, જોઈ લો તેનું એક ઉમદા ઉદાહરણ, કપલને જોતા જ ચિમ્પાન્જી થઇ ગયું ઘેલું, લગાવી લીધા પોતાના ગળે, વાયરલ થયો વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Chimpanzees shower love on couple : સામાન્ય રીતે માણસો પોતાના ઘરમાં પાલુત પ્રાણીઓ અને પક્ષીઓને રાખતા હોય છે, આ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે તેમને એવો લગાવ લાગી જાય છે કે તેમની માયા છૂટતી જ નથી. પ્રાણીઓ પણ તેમને ખુબ જ વહાલ કરે છે અને પરિવારજનો પણ તેને પોતાના બાળકની જેમ સાચવતા હોય છે. આવબા પ્રાણી પ્રેમના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ચિમ્પાન્જીનો પ્રેમ જોઈ શકાય છે.

ભાવુક કરી દેનારી ક્ષણ :

પોતાના માલિકને જોતા જ ચિમ્પાન્જી તેમને ગળે લગાવી લે છે, આ ક્ષણ ખુબ જ ભાવુક કરી દેનારી હતી અને એટલે જ આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. વીડિયોમાં કપલ પણ ભાવુક થઇ જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કપલ ચિમ્પાન્જીના બચ્ચાને મળવા માટે આવે છે. એવું લાગે છે કે આ ચિમ્પાન્જીનું બચ્ચું કોઈ હોસ્ટેલમાં રહેતું હશે કે કોઈ મજબૂરીના કારણે આ કપલને કોઈ અન્ય વ્યક્તિને ત્યાં મૂકવું પડ્યું હશે.

દંપતીને જોતા જ ચિમ્પાન્જી તેમને વળગી ગયું :

બે વ્યક્તિએ આ ચિમ્પાન્જીના બચ્ચાને લઈને ઉભા છે અને સામે એક કપલ ઉભું છે તેમની તરફ એક વ્યક્તિ ચિમ્પાન્જીને ઈશારો કરે છે. જેના બાદ ચિમ્પાન્જીનું બચ્ચું તે કપલ પાસે દોડતું જાય છે અને પહેલા મહિલાને ગળે લગાવી લે છે, પાછળ એક પુરુષ પણ છે અને મહિલા પાસેથી ઉતરી અને બચ્ચું સીધું જ પુરુષ તરફ દોડે છે, આ દરમિયાન તે ખુબ જ ખુશ પણ દેખાય છે અને પછી કૂદકો મારીને એ પુરુષને ગળે વળગી પડે છે, જેના બાદ તેમની વચ્ચેનો પ્રેમ જોવા મળી રહ્યો છે અને ચિમ્પાન્જી સાથે કપલ પણ ભાવુક થઇ જાય છે.

લાખો લોકોએ જોયો વીડિયો :

આ વાયરલ વીડિયોને સાયન્સ ગર્લ નામના ટ્વિટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 31 લાખ કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે, આ  ઉપરાંત આ વીડિયોને 45 હજારથી પણ વધારે લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયોને શેર કરવા સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે, ” આ બેબી ચિમ્પ એકલો મળી આવ્યો હતો અને ન્યુમોનિયાથી તેનો ઉછેર આ દંપતીએ કર્યો હતો, જેમણે તેને જ્યારે તે મોટો થયો ત્યારે તેને નિષ્ણાતોને આપ્યો હતો. તેઓ ફરીથી મળ્યા તે પ્રતિક્રિયા જુઓ.”

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel