આ ભાઈએ દેશી જુગાડની મદદથી બનાવી દીધી પેન્ડલ વગરની સાઇકલ, જોઈને લોકો બોલ્યા, “જુગાડની બેઇજ્જતી કરી નાખી…” જુઓ વીડિયો

આવી સાઇકલ આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય, જેમાં નથી કોઈ પેન્ડલ અને છતાં પણ ચાલે છે, વીડિયો જોઈને તમે કહેશો.. “ભાઈ આ શું બનાવી દીધું ?”,  જુઓ

Unique Cycle Design Desi Boy Invents :આપણા દેશમાં ઘણા લોકો એવા હોય છે જે પોતાનું કામ સરળતાથી પાર પાડવા માટે જુગાડનો સહારો લેતા હોય છે, અને ઘણા એવા જુગાડ પણ જોવા મળે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે. આવા જુગાડના ઘણા વીડિયોને તમે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા જોયા હશે. ખાસ કરીને જુગાડ બાઈક અને કાર સાથે થાય છે, પરંતુ હાલમાં એક ભાઈએ સાઇકલ સાથે અનોખો જુગાડ કર્યો છે, જેને જોઈને લોકોનું દિમાગ પણ ચકરાવે ચઢી ગયું.

કબાડમાંથી બનાવી અનોખી સાઇકલ :

જ્યારે એક વ્યક્તિએ કબાડમાંથી બનાવેલી તેની અનોખી સાઈકલનો વીડિયો ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો ત્યારે લોકોએ તેને કહ્યું કે તેણે કેવી નકામી શોધ કરી છે. જોકે, કેટલાક લોકોને તે વ્યક્તિનો આઈડિયા પસંદ પણ આવ્યો હતો. પણ મોટા ભાગના લોકો કહેવા લાગ્યા કે ભાઈ તેં તો કચરામાંથી કચરો બનાવ્યો છે.  વીડિયોમાં આ વ્યક્તિ કહી રહ્યો છે કે એક એવી સાયકલ કે જેમાં ન તો પેડલ હોય, ન મોટર હોય, ન કોઈ એન્જિન હોય. પછી તે આગળ કેવી રીતે જશે?

વ્યક્તિ જણાવી બનાવની રીત :

તે વ્યક્તિ આગળ કહે છે કે તો અહીં મેં શું કર્યું… સ્ક્રેપયાર્ડમાંથી જૂની સાયકલ લીધી. તેનો આગળનો ભાગ જેવો હતો તેવો લેવામાં આવ્યો છે… આ પછી વેલ્ડીંગ દ્વારા ચોરસ માળખું બનાવવામાં આવ્યું છે. મિત્રો, તેની ઉપર એક કપડું હશે, જે તમને વરસાદથી બચાવશે. તેણે હજી તૈયાર થવાનું બાકી છે. આ પછી વ્યક્તિ સાયકલનું પાછળનું ટાયર બતાવે છે અને કહે છે – આ ટાયર નાના બાળકોની સાયકલનું છે. પરંતુ આ ચક્રને આગળ કેવી રીતે લઈ જવું? પછી માણસ સાયકલની સીટ બતાવે છે, જે એડજસ્ટેબલ છે.

 

View this post on Instagram

 

A post shared by Ashish Sawant (@master_ashishhh)

લોકોને પસંદ ના આવ્યો જુગાડ :

આ પછી, વ્યક્તિ તેના પગથી સાયકલને આગળ ધકેલે છે, ત્યારબાદ સાયકલ આપમેળે આગળ વધવા લાગે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ યુઝર @master_ashishhh દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું – પેડલ વગરની સાયકલ. અત્યાર સુધી આ વીડિયોને 1 લાખ 58 હજાર લાઈક્સ અને 60 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેમજ 9 હજારથી વધુ યુઝર્સે કોમેન્ટ કરી છે. એક વ્યક્તિએ લખ્યું, ભાઈ, તમે કબાડમાંથી કબાડ બનાવ્યું છે.

Niraj Patel