મેટ્રોમાં સાડી પહેરીને આવેલી આ ક્યૂટ ક્યૂટ ઢીંગલીએ જીતી લીધા સૌના દિલ, લોકો કેમેરો કાઢીને ફોટો પણ ખેંચવા લાગ્યા, જુઓ વીડિયો

નવરાત્રી પહેલા જ મા દુર્ગાનું રૂપ ધરીને મેટ્રોમાં આવી આ નાની બાળકી, ક્યૂટ અંદાજના લોકો બન્યા દીવાના, વીડિયો જોઈને તમે પણ તેના ફેન બની જશો… જુઓ

Little girl won hearts in the metro : નાના બાળકો દરેક વ્યક્તિને પસંદ હોય છે અને તેમનો ક્યૂટ ક્યૂટ અંદાજ જોઈને રસ્તે જતા લોકો પણ ઈમ્પ્રેસ થઇ જાય છે અને એ બાળકને રમાડવાનું મન તેમનું થઇ જતું હોય. તમે પણ ક્યારેક બસમાં કે ટ્રેનમાં ગયા હશો અને તમારી સામે કોઈ નાનું બાળક હશે તો તમે પણ તેને ચોક્કસથી રમાડશો. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક નાની છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે તેના ક્યૂટ અંદાજથી લોકોના દિલ જીતી રહી છે.

દુર્ગા પૂજા પહેલા મા દુર્ગાની ઝલક :

પશ્ચિમ બંગાળ અને તેની રાજધાની કોલકાતામાં, દુર્ગા પૂજાની તૈયારીઓ બે મહિના અગાઉથી શરૂ થાય છે. આવતા મહિને દુર્ગા પૂજા આવવાની છે અને કોલકાતાના લોકો દુર્ગા પૂજાના દિવાના થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો દુર્ગા પૂજા પહેલા મા દુર્ગાની એક ઝલક જોવા મળે તો કોલકાતાના લોકો માટે આનાથી વધુ સારું બીજું કંઈ નહીં હોય. હાલમાં જ કોલકાતાની મેટ્રોમાં એક નાની છોકરી જોવા મળી, જેને જોઈને લોકો તેને મા દુર્ગાનું સ્વરૂપ કહેવા લાગ્યા.

બાળકીને જોઈ લોકો બન્યા દીવાના :

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને ખૂબ જ જોવામાં અને પસંદ કરવામાં આવી રહ્યો છે. kolkata_oikkotaan નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક છોકરી ખૂબ જ સુંદર ગુલાબી રંગની સિલ્ક સાડી પહેરેલી જોવા મળે છે. છોકરીના કપાળ પર બિંદી અને મુગટ છે. વાળમાં બન્સ અને ફૂલો છે. આ દરમિયાન બધાનું ધ્યાન મેટ્રોમાં રહેલી બાળકી પર હતું.

મુસાફરોએ ક્લિક કરી તસવીરો :

આ દરમિયાન લોકો બાળકીને મા દુર્ગાની ઝલક કહેવા લાગ્યા. ટ્રેનમાં હાજર મુસાફરો મેટ્રોમાં સવાર આ નાની બાળકીની તસવીરો લેતા અને વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. વીડિયોમાં દેખાતી છોકરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. છોકરીની ક્યૂટ સ્માઈલ પણ લોકોના દિલ જીતી રહી છે. આ વીડિયોને માત્ર થોડા જ દિવસમાં 9 લાખ 71 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘કેટલું ક્યૂટ.’ જ્યારે બીજાએ લખ્યું, ‘કી મિશ્તી (કેટલી સુંદર)’. જ્યારે ત્રીજાએ લખ્યું, ‘તે ખરેખર મા દુર્ગા જેવી લાગે છે.’

Niraj Patel