આ છોકરીએ તો સાડી પહેરીને એવા સ્ટન્ટ બતાવ્યા કે આખું સોશિયલ મીડિયા તેનું દીવાનું બની ગયું, જુઓ વીડિયો
Girl stunt in saree viral video : આજકાલની યુવાપેઢી ફિટ અને સ્ટ્રોંગ રહેવામાં માનતી હોય છે અને તેના કારણે જ તે જીમમાં જઈને પરસેવો પણ વહાવે છે. ત્યારે ઘણા લોકો એવા ફિટ હોય છે કે તેમની ફિટનેસ જોઈને સૌ કોઈ તેમના દીવાના પણ બની જતા હોય છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને પોતાના કરતબ પણ બતાવતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે સાડી પહેરીને ગજબના કરતબ બતાવે છે.
છોકરીએ કર્યો ગજબનો સ્ટન્ટ :
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયેલા આ વીડિયોમાં સાડી પહેરેલી એક છોકરી અદભુત સ્ટંટ કરતી જોવા મળી રહી છે, જેને જોઈને તમે પણ છોકરીના એક્રોબેટિક્સના વખાણ કરતાં થાકશો નહીં. વીડિયોમાં છોકરી પછી એક છોકરો તેની અદભૂત કુશળતા બતાવતો જોવા મળે છે. વીડિયોમાં જિમની અંદર છોકરા-છોકરીનો શાનદાર સ્ટંટ જોઈને તમે પણ તેમની ટેલેન્ટના ફેન થઈ જશો.
લાખો લોકો જોયો વીડિયો :
કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાતી છોકરી એક જિમ્નાસ્ટ છે, જે અદ્ભુત સ્ટંટ બતાવીને સોશિયલ મીડિયા યુઝરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે 28 ઓગસ્ટે શેર કરવામાં આવેલા આ વીડિયોને 44 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. અત્યાર સુધી 4 લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે, જ્યારે જે લોકોએ વીડિયો જોયો છે તે લોકો તેના પર પ્રતિક્રિયા આપતા થાકતા નથી.
View this post on Instagram
યુઝર્સે વખાણી પ્રતિભા :
આ ઉપરાંત વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે જયારે છોકરી સ્ટન્ટ કરીને નીચે ઉતરે છે, તેના બાદ તેની બાજુમાં ઉભેલો છોકરો પણ પોતાના કરતબ બતાવે છે અને એ જોઈને છોકરી પણ હેરાન રહી જાય છે. ત્યારે યુઝર્સ હવે આ બંને સ્ટન્ટબાજો ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.