ક્યારેય જોયો છે સાપને ઈંડુ ગળતા ? આ વ્યક્તિએ પોતાના હાથમાં રાખ્યું ઈંડુ અને થોડી જ વારમાં આખું ઈંડુ ગળી ગયો આ નાનો એવો સાપ, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો
Egg-swallowing snake : સોશિયલ મીડિયામાં સાપને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. સાપની બીક પણ દરેક વ્યક્તિને લાગતી હોય છે અને સાપને જોતા જ લોકો બુમાબુમ પણ કરતા હોય છે. આપણે બધા જ એક વાત જાણીએ છીએ કે સાપ પોતાના જ ઈંડા ગળી જતો હોય છે, પણ આવા નજારા ખુબ જ રેર જોવા મળે છે. હાલ સાપનો ઈંડુ ગળતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
મોં કરતા મોટું ઈંડુ ગળી ગયો સાપ :
સાપની ઘણી પ્રજાતિઓ છે, જે એક ઝેરી જીવો છે, જે માત્ર એક ડંખથી કોઈને પણ મોતને ઘાટ ઉતારી શકે છે. સાપને લગતા વિડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર દેખાય છે, જે ક્યારેક આશ્ચર્યચકિત કરી દે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર સાપ સાથે સંબંધિત એક એવો જ વીડિયો સામે આવી રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં એક સાપ તેના મોં કરતા મોટા ઈંડાને ખાતા જોવા મળી રહ્યો છે.
વ્યક્તિએ પોતાના હાથમાં રાખ્યું હતું ઈંડુ :
વાયરલ થઈ રહેલા આ 20 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિએ પોતાના હાથમાં ઈંડું પકડ્યું છે, જેને એક સાપ ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ થોડી જ વારમાં ઈંડાને ગળી જાય છે, જે આશ્ચર્યજનક છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર @gunsnrosesgirl3 નામના એકાઉન્ટ પરથી જોવામાં આવી રહ્યો છે.
The way it swallows an egg, bigger than its head
pic.twitter.com/2xZdynfNca— Science girl (@gunsnrosesgirl3) September 13, 2023
લોકો પણ રહી ગયા હેરાન :
13 સપ્ટેમ્બરે શેર કરાયેલા આ વીડિયોને 4 લાખ 8 હજારથી વધુ લોકોએ જોયો છે, જ્યારે 7 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ રિટ્વીટ કર્યો છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તે લોકો તેના પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.