81 વર્ષના આ દાદીમા પહેલા ભણવતા હતા અંગ્રેજી, પરંતુ પછી છૂટી ગયો પરિવારનો સાથ અને આજે ભીખ માંગવા છે મજબુર, આંખોમાં પાણી લાવી દેનારી કહાની

આજની સૌથી ભાવુક કરી દેનારી કહાની : કડકડાટ અંગ્રેજી બોલતા આ માજી માંગી રહ્યા છે આજે ભીખ, સમગ્ર કહાની જાણીને તો તમે પણ ભાવવિભોર થઇ જશો, જુઓ વીડિયો

Merlin Viral Video : માણસની પરિસ્થિતિ ક્યારે બદલાઈ જાય કોઈ કહી ના શકે. ઘણા લોકોને તમે જોયા હશે જે ખુબ જ સુખ વૈભવમાં જીવ્યા હોય, પરંતુ એક તબક્કો એવો પણ આવી જાય જયારે તેમની પાસે કઈ ના બચ્યું હોય, તો ઘણા લોકો પોતાની મહેનતથી પોતાનું સામ્રાજ્ય પણ ઉભું કરી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા ઘણા લોકોના વીડિયો વાયરલ પણ થતા હોય છે, ત્યારે હાલ એક એવા જ માજીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે ભીખ માંગીને ગુજરાન ચલાવવા મજબુર છે.

કન્ટેન્ટ ક્રિએટરે બનાવ્યો વીડિયો :

કન્ટેન્ટ સર્જક મોહમ્મદ આશિક ચેન્નાઈની શેરીઓમાં એક વૃદ્ધ મહિલાને મળ્યો. જ્યારે તેણે અમ્મા સાથે વાત કરવાનું શરૂ કર્યું તો તેને આશ્ચર્ય થયું. તેમની ઉદારતા તેમના શબ્દોમાં સ્પષ્ટ દેખાતી હતી. આ 81 વર્ષની મહિલાનું નામ મેરિલીન છે. તે મ્યાનમાર (અગાઉના બર્મા)માં રહેતી હતી. તે સમયે તે વૈભવી જીવન જીવતી હતી. તેણીએ ભારતમાં લગ્ન કર્યા, ત્યારબાદ તે ચેન્નાઈ આવી. અહીં પણ જ્યારે કંઈક સારું થઈ રહ્યું હતું. પરંતુ, સમય વીતતો ગયો અને તેને રસ્તા પર આવવું પડ્યું.

અંગ્રેજી અને ગણિતના ટ્યુશન લેતા હતા દાદી :

જ્યારે મોહમ્મદ આશિકે વૃદ્ધ મહિલા સાથે વાત કરી તો ઘણી રસપ્રદ બાબતો સામે આવી. અમ્માએ અસ્ખલિત અંગ્રેજીમાં વાતચીત શરૂ કરી, જેને સાંભળીને તમે પ્રભાવિત થઈ જશો. તેણીએ જણાવ્યું કે તે શાળામાં શિક્ષિકા હતી. તે બાળકોને ગણિત અને અંગ્રેજીમાં ટ્યુશન પણ આપતી હતી. તેની ક્ષમતા જોઈને આશિકે તેને મદદ કરવાનું નક્કી કર્યું. વાતચીત દરમિયાન તેણે પહેલા સાડી ગિફ્ટ કરી અને અંગ્રેજી ટ્યુશન લેવાની ઓફર પણ કરી.

આર્થિક સહાય માટે બનાવ્યું પેજ :

આ સિવાય એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવામાં આવ્યું હતું જેથી અમ્મા દરેક વીડિયો માટે પૈસા મેળવી શકે. આ પેજને ‘English with Marilyn’ નામ આપ્યું છે. આ ઉમદા કાર્યથી વૃદ્ધાને ઘણી મદદ મળી અને હવે તે ભીખ માંગવાને બદલે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર (abrokecollegekid) નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. કૅપ્શનમાં લખ્યું છે- પરિચય આપી રહ્યાં છીએ (@englishwithmerlin) જે અમારા Instagram અંગ્રેજી શિક્ષક હશે. તેમની પાસેથી તમે ઉદારતા અને જીવન પાઠની વાર્તાઓ સાંભળી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Mohamed Ashik (@abrokecollegekid)

લાખો લોકોના દિલ જીત્યા :

થોડા દિવસ પહેલા શેર કરેલી આ ક્લિપે લોકોના દિલ જીતી લીધા હતા. આ જોઈને દરેક વ્યક્તિ કન્ટેન્ટ ક્રિએટરના વખાણ કરતા થાકતા નથી. આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 34.4 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- દાદીમા ખૂબ જ મજબૂત છે. બીજાએ ટિપ્પણી કરી – આ વિડિઓ જોઈને મારો દિવસ બની ગયો. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું – મેરિલીનથી શ્રેષ્ઠ કોઈ નથી.

Niraj Patel