જમીન પર સુઈ ગયો વ્યક્તિ અને તેના પેટ ઉપરથી પસાર થઇ ગઈ 376 વાર બાઈક… બદલામાં મળ્યું આ ઇનામ… જુઓ

ગજબની તાકાત બતાવી પંડિતજીએ… પોતાના પેટ ઉપરથી પસાર કરાવી 376 વાર બાઈક, છતાં વાળ પણ વાંકો ના થયો, વીડિયો આવ્યો સામે

Bike passed over man 376 times : ઘણા લોકો એવા હોય છે જેમનામાં ભરપૂર પ્રતિભા હોય છે અને પરંતુ તેમની આ પ્રતિભા બહાર લાવવાનો તેમને મોકો નથી મળતો. વળી આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણા લોકો પોતાનું આગવું નામ બનાવી ચુક્યા છે. સાથે જ ઘણા લોકો વર્લ્ડ રેકોર્ડ સુધી પણ પહોંચી ગયા છે, ત્યારે હાલમાં પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિના પેટ પરથી 376 વાર બાઈક પસાર કરવામાં આવી.

આટલી બધી વાર વ્યક્તિના પેટ પરથી બાઈક પસાર થવા છતાં પણ તે એકદમ સહી સલામત છે. તેણે આ સ્ટંટ દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કેટેગરીમાં વ્યક્તિએ પોતાનો જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેનો વીડિયો શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘એક વ્યક્તિ પરથી પસાર થનારી સૌથી વધુ મોટરસાઇકલ- પંડિત ધયગુડે દ્વારા 376. પંડિતે આ પ્રયાસ માટે પોતાના પેટની તાકાતને સફળતાપૂર્વક  ઉપયોગ કર્યો અને પોતાના 121ના રેકોર્ડને તોડી નાખ્યો.”

ઇન્સ્ટાગ્રામ વિડિયોની શરૂઆતમાં, પંડિતને જમીન પર સૂતેલા બતાવવામાં આવ્યા છે અને બંને બાજુએ રેમ્પ મૂકવામાં આવ્યા છે. જેમ જેમ તેઓ આ માટે તૈયાર થાય છે, બાઇકર્સ એક પછી એક તેમની ઉપરથી પસાર થાય છે. આ વીડિયો થોડા દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. લાખો લોકોએ તેને જોયો છે. આ સંખ્યા સતત વધી રહી છે. તેમજ 81 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. લોકો પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

કેટલાક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક તેની સાથે જોડાયેલા જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું કે, ‘વર્લ્ડ રેકોર્ડના નામે આ વ્યક્તિ પોતાની જિંદગી બરબાદ કરી શકે છે.’ અન્ય એક યુઝરે સોશિયલ મીડિયાના વાયરલ ટ્રેન્ડને ટાંકીને લખ્યું કે, ‘ભારત નવા નિશાળીયા માટે નથી.’ ત્રીજો યુઝર કહે છે, ‘આવા રેકોર્ડ્સ કોઈની રમતની સાચી પ્રતિભા બતાવવા માટે બનાવવામાં આવે છે, પરંતુ લોકો દરેક વખતે રમુજી જોવામાં અને મજાક કરવામાં વ્યસ્ત હોય છે.

Niraj Patel