બોલીવુડની રોમેન્ટિક જોડીઓમાંના એક પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ મોટાભાગે કોઈને કોઈ કારણોને લીધે ચર્ચામાં બનેલા રહે છે. ક્યારેક પોતાની રોમેન્ટિક તસ્વીરોને લીધે તો ક્યારેક પોતાની ફ્રેશન સ્ટાઇલને લીધે બંન્ને દરેક કોઈનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરી જ લે છે.
અમુક દિવસો પહેલા જ ગ્રેમી ઓસ્કાર સમારોહમાં પ્રિયંકાએ પહેરેલો બોલ્ડ ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો હતો. એવામાં એક વાર ફરીથી પ્રિયંકા અને નિકનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં પ્રિયંકા પોતાના પતિ સાથે કોઈ પાર્ટીમાં પહોંચેલી દેખાઈ રહી છે. આ પાર્ટીમાં પ્રિયંકાએ લાઈટ પર્પલ કલરનો ડ્રેસ પહેરી રાખેલો છે જ્યારે નિક બ્લેક એન્ડ વ્હાઇટ સૂટ બૂટમાં દેખાઈ રહ્યા છે. બંન્ને આ લુકમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.
પ્રિયંકા આ ભવ્ય પાર્ટીમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા થતા બચી હતી. થયું કંઈક એવું કે પ્રિયંકાએ પહેરેલો ડ્રેસ થોડો ઢીલો હતો અને તેને લાગી રહ્યું હતું કે કદાચ તે ખુલી પણ શકે છે. એવામાં પતિ નિક તરત જ તેની પાસે આવી જાય છે અને તેનો ડ્રેસ ઠીક કરવા લાગે છે.
નિકનો આવી રીતે પત્નીનો ડ્રેસ ઠીક કરવાથી ત્યાં હાજર લોકો ખુબ ખુશ થયા હતા. પ્રિયંકા પણ આ ક્ષણે ખુબ જ ખુશ દેખાઈ રહી હતી. પત્ની પ્રત્યેના આવા પ્રેમને જોઈને સોશિયલ મીડિયામાં લોકો તેની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. પ્રિયંકા નિકનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
જુઓ નિક-પ્રિયંકાનો વિડિયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ