એક તરફ જ્યાં પ્રિયંકા ચોપરા દુનિયાના સૌથી મોટા મ્યુઝિક ઍવોર્ડ સમારોહ ગ્રેમી ઍવોર્ડ્સ (Grammy Awards 2020) માં પોતે પહેરેલા ડ્રેસ દ્વારા ખુબ ચર્ચામાં રહી જ્યારે બીજી તરફ નિક જૉનસ પર પણ ખુબ મજાક ભર્યા મિમ્સ બનાવવામાં આવી રહ્યા છે.
આ એવોર્ડ ફંક્શનમાં નિક પ્રિયંકા સાથે પહોંચ્યા હતા. પ્રિયંકાએ આ મૌકા દરમિયાન ખુબ જ બોલ્ડ ડ્રેસ પહેરી રાખ્યો હતો જ્યારે નિક ગોલ્ડન રંગના કલાસી લુકમાં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. નિકે આ ફંક્શનમાં પોતાના ભાઈઓ સાથે મળીને સ્ટેજ પરફોર્મેન્સ પણ આપ્યું હતું.
સોશિયલ મીડિયા પર નાની એવી ભૂલ પણ કલાકારો માટે ભારે પડી જતી હોય છે અને ઘણીવાર તેઓને આલોચનાનો શિકાર પણ થવું પડે છે. એવી જ આલોચનાનો શિકાર નિક જૉનસ આ ફંક્શનમાં બન્યા હતા.
થયું કંઈક એવું કે પરફોર્મેન્સના દરમિયાન નિકના દાંતમાં લીલા રંગની પાલખ જેવી વસ્તુ ફસાયેલી દેખાઈ હતી, જેના પછી તેના પર ખુબ મજાક બનવા લાગ્યા હતા. જો કે જેના પછી નિકે પણ પોતાની આ મજાકનો ટ્વીટર પર શાનદાર રીતે જવાબ આપ્યો હતો.
Is Nick Jonas on the #GRAMMYs stage with spinach or something in his teeth?!? pic.twitter.com/BKWREj4U3l
— Nicole Perez (@nicole_perez1) January 27, 2020
નિકે ટ્વીટ કરતા કહ્યું કે,”કમ સે કમ તમને બધાને એ તો ખબર છે કે હું ગ્રીન વસ્તુઓ જ ખાઉં છું.” જેના પછી લોકો લીલા રંગની તુલના પ્રિયંકા સાથે પણ કરવા લાગ્યા હતા.
And at least you all know I eat my greens. 🤪
— Nick Jonas (@nickjonas) January 27, 2020
ગ્રેમી 2020 દરમિયાનની પ્રિયંકા ચોપરા અને નીકની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જ્યારે બીજી તરફ દર્શકો પ્રિયંકાના આવા ડ્રેસથી નારાજ પણ થયા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ