ખબર

ટ્રમ્પે નિભાવી ભારત સાથે દોસ્તી ! USમાં રહેનારા ભારતીયોને આપી ખુશખબરી

ભારત જેવા દેશોના પ્રવાસીઓ માટે ટ્રમ્પ સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. અમેરિકી સરકાર એચ-1બી વીઝા ધારકો અને ગ્રીન કાર્ડ આવેદકોને 60 દિવસોનો ગ્રેસ પીરિયડ આપવાનું એલાન કર્યું છે. જેઓએ દસ્તાવેજોને જમા કર્યા બાદ નોટિસ આપવામાં આવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર છે. અમેરિકામાં કોરોના વાયરસ દ્વારા 11 લાખથી વધારે સંક્રમિત છે, લગભગ 66 હજાર લોકોનું મોત નિપજ્યુ છે.

અમેરિકી સિટીજનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ(યુએસસીઆઇએસ)એ શુક્રવારે કહ્યું કે, આવેદકોને 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો છે. જે લોકોને છૂટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓએ દસ્તાવેજ-જરુરી કાગળ જમા કરાવી શકશે. પોતાનું આવેદન પાછુ કે ફરી તેને જમા કરાવી શકશે. અમેરિકી ઇમિગ્રેશન સર્વિસએ નિવેદનમાં કહ્યું છે કે, અમે અમેરિકિયોની નોકરીની સુરક્ષા કરવા માંગીએ છીએ.

60 દિવસોની અંદર Form I-290B ભરવું જરુરી
યુએસસીઆઇએસનું કહેવું છે કે આ છૂટ આપવા પાછળનું મુખ્ય કારણ છે કે, કોરોના વાયરસના સંકટ દરમિયાન જે લોકો પોતાના નોટિસમાં આપવામાં આવેલી રિક્વેસ્ટનો જવાબ આરામથી આપી શકે તથા Form I-290B ભરી શકે. એચ-1બી હોલ્ડર્સ અને ગ્રીન કાર્ડ આવેદકો પર કોઇ પણ એક્શન લેતા પહેલા યુએસસીઆઇએસ 60 દિવસોની અંદર પ્રાપ્ત Form I-290B ફોર્મ પર વિચાર કરશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા એપ્રિલમાં અમેરિકી સરકારે એચ-1બી વિઝા ધારકોને વિઝા વિસ્તાર કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. સરકારે તેવામાં એચ-1 વિઝા ધારકો પાસેથી આવેદન માંગ્યા હતા. જેઓનું વિઝા પરમિટ પૂર્ણ થઇ રહી હતી અને આ લોકો કોરોના કારણે દેશમાંથી નીકળી શક્યા ન હતા. તેવા સંજોગોમાં તેઓને ત્યાં રોકોવા માટે અમેરિકી સરકારે સમય આપ્યો હતો.

શું છે એચ-1બી વિઝા?
એચ-1 વિઝા ગેર-પ્રવાસી વિઝા છે. અમેરિકી કંપનીઓ બીજા દેશોમાંતી ટેક્નિકલ એક્સપર્ટ્સને નિયુક્ત રરે છે. નિયુક્તિ બાદ સરકાર પાસે તે લોકો માટે એચ-1 બી વિઝા માંગવામાં આવે છે. અમેરિકામાં વધારે આઇટી કંપનીઓ દર વર્ષે ભારક અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીઓની નિયુક્તિ આ જ વિઝા દ્વારા કરે છે.

નિયમોનુસાર, જો કોઇ એચ-1બી વિઝા ધારકની કંપની તેની સાથે કોન્ટ્રાક્ટ પૂર્ણ કરે છે તો વિઝા સ્ટેટસ બનાવી રાખવા માટે તેને 60 દિવસની અંદર કોઇ નવી જોબ શોધવી પડે. યુએસસીઆઇએસ મુજબ, એચ-1બી વિઝા સૌથી વધુ લાભાર્થી ભારતીય છે.

એક નિવેદન અનુસાર, યુએસસીઆઇએસ 60 કેલેન્ડર દિવસોની અંદર ઉપરોક્ત અનુરોધ અને નોટિસ પર પ્રતિક્રિયા આપશે. USCIS અત્યધિક કુશલ વિદેશી કામગારોને દરવર્ષે ઓછામાં ઓછા 65,000 H-1B વર્ક વિઝા જાહેર કરી શકે છે. તેણે તે ઉચ્ચ કુશળ વિદેશી કામદારોને 20,000 જેટલા વધારાના એચ -1 બી વિઝા પણ જારી કર્યા છે જેમણે કોઈ અમેરિકન શૈક્ષણિક સંસ્થામાંથી માસ્ટર અથવા ઉચ્ચતર પદવી પ્રાપ્ત કરી છે. હાલના કાયદા હેઠળ, યુનાઇટેડ સ્ટેટ્સ દર વર્ષે સાત ટકાની દેશની કેપ સાથે વધુમાં વધુ 1,40,000 રોજગાર આધારિત ગ્રીન કાર્ડ જારી કરી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.