મનોરંજન

અભિનેતા આસિફ બસરાની આત્મહત્યામાં થયો મહત્વનો ખુલાસો, ઇંગ્લેંડની મહિલા સાથેના સંબંધોને લઈને પોલીસ કરશે આ કામ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલીવુડના બીજા એક ખ્યાતનામ અભિનેતા આસિફ બસરાએ પણ આત્મહત્યા કરી લીધી છે. આસિફ બસરાનું મૃત્યુ કેવી રીતે થયું તેના વિશે પોલીસ તપાસ કરી રહી છે. એ દરમિયાન જ એક નવી મહત્વની વાત પણ સામે આવી છે.

Image Source

જણાવવામાં આવી રહ્યું છે કે આસિફ ધર્મશાળામાં કોઈ મહિલા મિત્ર સાથે રહેતો હતો. 2-3 મહિલાઓ તેના ઘરે આવતી હતી. પોલીસ હવે તે મહિલાઓ સાથે પણ પુછપરછ કરશે. ગુરુવારના રોજ આસિફે પોતાના ભાડાના ઘરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

Image Source

આસિફ જે વિદેશી મહિલા સાથે લિવ-ઈનમાં રહેતો હતો તે મહિલા ઇંગ્લેન્ડની વતની છે. પોલીસ હવે તેમની પણ પુછપરછ કરશે. અને એ તપાસ કરશે કે આત્મહત્યા કરવાનું કારણ શું હોઈ શકે છે? શું બંને વચ્ચે કોઈ વિવાદ અથવા ઝઘડો થયો હતો? કે પછી મહિલાએ તેને આત્મહત્યા કરવા માટે ઉકસાવ્યો હતો ? સાથે જ તેને કોઈ આર્થિક મુશ્કેલી તો નહોતી ને? આ તમામ પ્રશ્નોના જવાબ પોલીસ જાણવા માંગે છે.

Image Source

આસિફ બસરા છેલ્લા 5 વર્ષથી મેક્લોડગંજના જોગીવાડામાં રહેતો હતો અને અહીંયા તેને ભાડે ઘર લીધું હતું. ગુરુવાર બપોર સુધી તે આજુબાજુ પોતાના કુતરા સાથે ફરતો નજર આવ્યો હતો. ત્યારબાદ સાંજે તેનું શબ છત ઉપર કુતરાના પટ્ટા સાથે લટકેલું મળી આવ્યું હતું. ગુરુવારની ઘટના બાદ વિદેશી મહિલા મિત્ર મીડિયા ઉપર પણ ભડકી ઉઠી હતી.