દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના નવા સંસદ ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. દેશના નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય આ મહિનામાં શરૂ થઇ જશે. લોક સભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં નવા સંસદ ભવનનું કામ શરૂ થશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નવું સંસદ ભવન ઓક્ટોબર 2022 સુધી તૈયાર થઇ જશે.

ઓમ બિરલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવું સંસદ ભવન દુનિયાના સૌથી આધુનિક ભવનમાંથી એક હશે, જેમાં સાંસદોને પેપરલેસ ઓફિસ સાથે જ લાવીશ. લાઈબ્રેરી અને સમિતિઓના બેઠક કક્ષ સાથે તમામ પ્રકારની સુવિધાઓ હશે. સંસદ ભવનમાં તમામ પ્રકારની ડિઝિટલ સુવિધાઓ હશે. લોકસભા અધ્યક્ષે શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરી સાથે અને તમામ અધિકારીઓ સાથે નવા સંસદ ભવનની બધી વ્યવસ્થાઓની જાણકારી લીધી. આ સંસદ ભવન 971 કરોડના ખર્ચ નિર્માણ પામશે.

હાલના સંસદ ભવનની અંદર જ્યાં સાંસદોને બેસવા માટે જે તકલીફ થઇ રહી છે, અને ઘણીવાર ચાલુ સદનમાં પોતાની ખુરશી છોડીને જઈ રહેલા સાંસદને પણ જે તકલીફ પડે છે તે નવા સદનની અંદર નહિ પડે. નવા સદનની અંદર ના માત્ર પર્યાપ્ત જગ્યા હશે, સાંસદો માટેની બેઠક વ્યવસ્થા પણ ખુબ જ આરામદાયક હશે.

નવા સંસદ ભવનની અંદર દરેક સાંસદોની સીટ આરામ દાયક હશે અને તેની સાથે જ ડીઝીટલ સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ નવા સંસદ ભવનની અંદર વાયુ અને ધ્વનિ પ્રદુષણથી નિયંત્રણ માટેના ઉપાયો પણ કરવામાં આવશે.

નવા સંસદ ભવનની અંદર લોક સભા અને રાજ્ય સભાના કક્ષ ઉપરાંત એક ભવ્ય સંવિધાન કક્ષ પણ હશે, જેમાં ભારતની લોકતાંત્રિક વિરાસતને દર્શાવવા માટે અન્ય વસ્તુઓ સાથે સાથે સંવિધાનની મૂળ પ્રતિ, ડીઝીટલ ડિસ્પ્લે વગેરે હશે.

સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા સંસદ ભવનમાં લોકસભાની નવી ઇમારતમાં સદનની અંદર 900 સીટો હશે. સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં 1350 સાંસદ આરામથી બેસી શકશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.