કસરત કરતા પહેલા ભૂલથી પણ ન ખાવ આ વસ્તુ, નહીં ફાયદાની જગ્યાએ થશે ભયંકર નુકસાન

કેટલાક ખાદ્યપદાર્થો સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ જો તમે ખોટા સમયે તેનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડવા લાગે છે. આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારે એક્સરસાઇઝ કરતા પહેલા ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ, નહીં તો તમારે પેટને લગતી ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તો ચાલો જાણીએ કે તે કયા ફૂડ્સ છે.

ફાઇબર વાળા ફૂડ્સ : ફાઈબર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, પરંતુ તેને પચવામાં વધુ સમય લાગે છે, તેથી તમારે કસરત કરતા પહેલા ફાઈબરનું સેવન ભૂલથી પમ ન કરવુ જોઈએ. તેનાથી ગેસ, ઉબકા અને પેટમાં દૂખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ડેરી પ્રોડક્ટ : દૂધ, ઘી, પનીર, ચીજ વગેરે જેવા ડેરી ઉત્પાદનોમાં ભરપૂર માત્રામાં ચરબી હોય છે, જેના કારણે તમે ખાધા પછી સુસ્તી અનુભવો છો. એટલા માટે તમારે તેને હંમેશા કસરત કર્યા પછી જ ખાવું જોઈએ. આ સાથે, વર્કઆઉટ દરમિયાન તેને ખાવાથી તમારા પેટનું એસિડ સ્તર વધી શકે છે.

ડ્રાય ફ્રુટ્સ : જો કે ડ્રાય ફ્રુટ્સ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તમે કસરત કરતા પહેલા તેનું સેવન કરો છો, તો તે તમારી પાચનક્રિયાને ધીમી કરે છે જેના કારણે તે સંપૂર્ણ રીતે પચતું નથી.

કાર્બોનેટેડ ડ્રિંક્સ : જો તમને તરસ લાગે તો તરસ છીપાવવા માટે કાર્બોનેટેડ અથવા ફ્રિઝમાં રાખેલ પીણાને પીવાનું ટાળો. આ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી અને ખાસ કરીને કસરત કરતા પહેલા તમારા પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા ઊભી કરી શકે છે.

મસાલેદાર ખોરાક : મસાલેદાર અથવા તળેલા ખોરાક ખાવાથી અપચો અને એસિડિટી થઈ શકે છે. તેથી, ખાસ કરીને કસરત કરતા પહેલા ખાવાથી તમે એસિડિટીનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, જો અપચોને કારણે ખોરાક ગળા સુધી પહોંચે છે, તો તે તમારું ગળું પણ બગાડી શકે છે.

YC