ધાર્મિક-દુનિયા

ભગવાનના દર્શન કરતી વખતે મંદિરમાં ન કરો આ ભૂલો નહિ તો આવશે આવું પરિણામ

દરેક ધર્મના લોકો પોતપોતાના ભગવાનના આશીર્વાદ લેવા તેમના સ્થાનો પર જરૂર જાય છે. પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ કે ખ્રિસ્તી, બધા ધર્મોમાં ભગવાનની ઉપાસનાનો નિયમ છે અને બધા લોકો તેમના મનમાં શાંતિ ઇચ્છે છે. તેથી જ જ્યારે પણ વ્યક્તિનું મન વ્યગ્ર બને છે, ત્યારે તે કોઈ મંદિર, મસ્જિદ અથવા ચર્ચ, ગુરુદ્વારામાં જાય છે. કારણ કે આ સ્થાનો પર અપાર શાંતિ મળે છે. હિન્દુ ધર્મમાં, મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવામાં આવે છે અને તેમને અહીં શાંતિ મળે છે.

Image Source

પૂજા સ્થળને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. જ્યારે વ્યક્તિ નિરાશ થાય છે, ત્યારે તે ભગવાનને ચોક્કસપણે યાદ કરે છે. મંદિરમાં દર્શન કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે અને સાથે જ પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. આપણે મંદિરમાં જઇએ છીએ અને દાન કરીએ છીએ અને પુણ્ય મેળવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો ઘણી વખત આપણે અજાણતાંમાં મંદિરમાં એવી ભૂલો કરીએ છીએ કે આપણને ભગવાનના આશીર્વાદ અને પુણ્ય બંને મળી શકતા નથી. તેનાથી ઉલટું, આપણને દોષ લાગી જાય છે. ઘણા લોકોને આ ભૂલોની જાણકારી હોતી નથી. તો ચાલો જાણીએ મંદિરમાં જતા સમયે શું ધ્યાનમાં રાખવું એ જોઈએ…

Image Source

શાસ્ત્રો અનુસાર, મંદિરમાં જોર-જોરથી હસવું જોઈએ નહિ અને ન તો જોરથી બોલવું જોઈએ. જણાવી દઈએ કે મંદિરમાં કોઈપણ પ્રકારનું મનોરંજન કરવું મોટેથી હસવું યોગ્ય માનવામાં આવતું નથી, કારણ કે તેનાથી લોકોનું ધ્યાન ભાગ થાય છે અને તેનો દોષ તમને પણ લાગી શકે છે.

માન્યતાઓ અનુસાર, ભગવાનના દર્શન કરવા મંદિરે જતાં વખતે, મનમાં ભક્તિ ભાવ રાખીને જાઓ. સાથે જ જ્યારે કોઈ ભક્ત મંદિરમાં ભગવાનના દર્શન કરી રહ્યો હોય ત્યારે તેની આગળથી ન નીકળો. અને ન તો તેની આગળ આવીને ઉભા રહો. આ યોગ્ય માનવામાં આવતું નથી.

Image Source

ઘણી વખત, કેટલાક લોકોને ખબર નથી હોતી કે પરિક્રમા કઈ બાજુથી કરવી અને તેઓ અજ્ઞાનને કારણે ઉંધી પરિક્રમા કરે છે. હંમેશાં ડાબા હાથની બાજુથી પરિક્રમા શરૂ કરો અને સીધા હાથના તરફ જઈને સમાપ્ત કરો. આ સિવાય શિવલિંગની પરિક્રમા હંમેશા અડધી કરવી જોઈએ.

કોઈએ ક્યારેય બેલ્ટ પહેરીને અથવા ચામડાની વસ્તુઓ પહેરીને મંદિરમાં જવું જોઈએ નહીં. ચામડાને અશુદ્ધ માનવામાં આવે છે, આમ કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બની જાય છે.

Image Source

ભગવાનનું તેજ સહન કરવો એ માનવીના બસની વાત જ નથી. તેથી, જ્યારે પણ તમે મંદિરમાં જાઓ છો, તો ભગવાનની મૂર્તિની સામે ન ઉભા રહો, થોડા ત્રાંસા ઉભા રહો. કારણ કે ભગવાનની મૂર્તિમાંથી તેજ ઉર્જા નીકળે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.