ખબર

વ્હેલ માછલીએ અટકાવી મોટી દુર્ઘટના: જ્યારે સ્ટેશન તોડીને હવામાં નીકળી ગઈ હતી મેટ્રો ટ્રેન અને પછી જે થયું…

વર્ષોથી આપણે એક કહેવત સાંભળતા આવ્યા છીએ કે “રામ રાખે તેને કોણ ચાખે”. આવા જ ઘણા કિસ્સાઓ આપણા જીવનમાં પણ બની ગયા હશે, જયારે આવી ઘટના બને ત્યારે ખરેખર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો હોય તેમ લાગે.

Image Source

હાલમાં જ આવી એક ઘટના નેધરલેન્ડમાં બની ગઈ. જે કોઈ ચમત્કારથી કમ નથી. નેધરલેન્ડના રોટેરડેમમાં સ્ટેશનના છેલ્લા સ્ટોપ ઉપર જે પાણીની ઉપર બનેલું હતું. તે સ્ટેશન ઉપર મેટ્રો ટ્રેન સ્ટેશન તોડી અને બહાર નીકળી ગઈ અને પછી જે થયું તે કોઈ ચમત્કારથી કમ નથી.

Image Source

આ સ્ટેશન જે પાણીની ઉપર બનાવવામાં આવ્યું હતું તેના ઉપર ઈજનેરોએ સુંદરતા વધારવા માટે “વ્હેલ માછલીની પૂંછડી”ની કલાકૃતિ બનાવી હતી. હવે જયારે ટ્રેન સ્ટેશન તોડી અને બહાર નીકળી ગઈ ત્યારે આ વ્હેલ માછલીની પૂંછડીમાં જઈને આ મેટ્રો ટ્રેન ફસાઈ ગઈ.

Image Source

આ ઘટનાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. માત્ર દેખાવ માટે બનાવવામાં આવેલી આ વ્હેલ માછલીની પૂંછડી આજે ઘણા લોકોનું જીવન બચાવી ગઈ અને તેના કારણે જ એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

Image Source

જ્યારે આ ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસ અને બચાવ દળને થઇ ત્યારે તે તરત મદદ માટે પહોંચ્યા. એ દરમિયાન જ એક ફોટાગ્રાફર બ્લોગર Joey Bremer પણ પહોંચ્યો. અને તેને કેટલીક શાનદાર તસવીરો પણ ખેંચી અને સોશિયલ મીડિયામાં શેર પણ કરી.


આ મેટ્રો જમીનથી 10 મીટર ઉપર હવામાં લટકી રહી હતી. આ દુર્ઘટનામાં ટ્રેનનું અંડરકૈરેજ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું અને કેટલીક બારીઓ પણ તૂટી ગઈ હતી.

Image Source

રિપોર્ટ પ્રમાણે આ ઘટના સોમવારે અંધારી સવારમાં બની. જો કે આ દરમિયાન ટ્રેનની અંદર કોઈ પેસેન્જર નહોતું. ટ્રેન છેલ્લા સ્ટેશન ઉપર રોકાઈ ના શકી અને બેરીયર તોડીને વ્હેલની પૂંછડી (કલાકૃતિ)માં ફસાઈ ગઈ. કથિત રીતે ડ્રાઈવર પોતે જ ટ્રેનમાંથી બહાર નીકળી ગયો. તેને પણ આ દુર્ઘટનામાં કોઈ ઇજા નથી પહોંચી. પરંતુ ચેકઅપ માટે તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.