ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની કમાણીનો ખુલાસો થઇ ગયો છે. બંનેનું પોત-પોતાના ફિલ્ડમાં મોટું નામ છે. બંનેના ફેન્સની નજર હંમેશા તેના પર ટકેલી જ રહે છે.
View this post on Instagram
વિરાટ કોહલી ટેસ્ટ અને વન ડે રેન્કિંગમાં દુનિયાના સર્વ શ્રેષ્ઠ બેસ્ટમેન છે જયારે અનુષ્કા શર્મા ફિલ્મ જગતની સૌથી સફળ એક્ટ્રેસ છે. ત્યાં સુધી કે, વિરાટ કોહલી ફોબર્સ 2019માં સૌથી સેલિબ્રિટીમાં ટોપ પર હતો જયારે અનુષ્કા શર્મા 21માં સ્થાન પર હતી.
View this post on Instagram
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કમાણીના મામલે ટોપ પર રહ્યા છે. વિરાટ કોહલીએ 2019માં 252.72 કરોડની કમાણી કરી ફોબર્સ લિસ્ટ પર પહેલા નંબર પર રહ્યો છે. તો અનુષ્કા શર્માના 2019ની કમાણીની વાત કરવામાં આવે તો તેને 28.67 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અનુષ્કાએ ગત વર્ષ કોઈ જ ફિલ્મ નથી કરી.
View this post on Instagram
એક રિપોર્ટ મુજબ વિરાટ કોહલઈ નેટ વર્થ 900 કરોડની આસપાસ છે. જયારે અનુષ્કા શર્માની નેટવર્થ 350 કરોડ રૂપિયા છે. આ રીતે બંને પાસે 1250 કરોડની નેટ વેલ્યુ છે. વિરાટે આ કમાણી ક્રિકેટ મેચ અને જાહેરાત કરીને કરી છે. વિરાટ કોહલી One8 નામથી તેની એક બ્રાન્ડ શરૂ કરી છે. તેનાથી પણ મોટી કમાણી કરી છે. વિરાટ કોહલીએ 2 રેસ્ટોરન્ટ પણ ખોલી છે.
View this post on Instagram
અનુષ્કા શર્માની વાત કરવામાં આવે તો તે એક ફિલ્મ માટે 12થી 15 કરોડ રૂપિયાની કમાણી કરે છે. અત્યાર સુધીમાં તેને 19 ફિલ્મ કરી છે જે પૈકી ઘણી ફિલ્મ સુપરહિટ સાબિત થઇ છે. અનુષ્કા શર્મા તેનું પ્રોડક્શન હાઉસ Clean Slate Filmsપણ ચલાવે છે. અનુષ્કા શર્મા બ્રાન્ડએ પણ પ્રમોટ કરે છે. આ સિવાય નુશ નામથી ફેશન લેવલ પણ શરૂ કર્યું છે.
View this post on Instagram
વીરુષ્કાએ રિયલ એસ્ટેટમાં પણ પૈસા લગાડ્યા છે જેના તે માલિક છે. 2017માં લગ્ન કરનાર વિરાટ-અનુષ્કા મુંબઈના એક ઘરમાં રહે છે જેની કિંમત 34 કરોડ રૂપિયા છે. આ સિવાય વીરુષ્કા પાસે 80 કરોડ રૂપિયાની પ્રોપટી ગુરુગ્રામમાં છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.