મનોરંજન

બોયફ્રેન્ડને જાડો કહી મજાક ઉડાવનારને અભિનેત્રીએ લીધા આડે હાથ, આપ્યો જડબાતોબ જવાબ

વજનદાર બોયફ્રેન્ડ સાથે આ હોટ અભિનેત્રીએ કિસ કરી તો ટ્રોલરે ખુબ સંભળાવી, જુઓ રોમેન્ટિક PHOTOS

‘મેં આઈ કમ ઈન મેડમ’ અને ‘બિગ બોસ’ તેમજ ટેલિવિઝનની ચર્ચિત એક્ટ્રેસ નેહા પંડસે તેની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. નેહા આજકાલ શાર્દુલ સિંહને ડેટ કરી રહી છે. ખબરોની માનીએ તો બન્ને જલ્દી જ પ્રભુતામાં પગલાં માંડશે. તો થોડા દિવસ પેહલા નેહાએ સોશિયલ મીડિયામાં શેર કરેલી તસ્વીરને કારણે ટ્રોલ્સના શિકાર બનવું પડ્યું હતું.

નેહાએ આ વચ્ચે તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ શાર્દુલ સિંહ સાથે એક ફોટો શેર કરીને તેના સંબંધ વિષે જાણ કરી હતી. નેહા અને શાર્દુલના ફોટો સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા છે. પરંતુ આ ફોટોમાં નેહાના બોયફ્રેડના વજનના કારણે સોશિયલ મીડિયા યુઝર તેની મજાક કરતા હતા.

આલુ જ નહીં લોકો શાર્દુલના લુક્સને લઈને પણ ટિપ્પણી કરતા હતા. બોયફ્રેન્ડની મજાક ઊડતી જોઈને નેહાએ પણ જડબાતોબ જવાબ આપ્યો હતો. જણાવી દઈએ કે, નેહાએ સોશિયલ મીડિયા દ્વારા કોઈ ટ્રોલ્સને જવાબ નથી આપ્યો.પરંતુ હાલમાં જ બોમ્બે ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં નેહાએ આ મામલે પુરી વાત કરી હતી.

ટ્રોલ્સ ને જવાબ આપતા કહ્યું હતું કે, શાર્દુલ જ નહીં  હું પણ ઘણી વાર ટ્રોલ થઇ છું જયારે મેં શો ; મેં આઈ કમ ઈન મેડમ’ માટે વજન વધાર્યું હતું. દર્શક તરીકે તમેર એક્ટરના લુક પર કમેન્ટ કરી શકો છો. પરંતુ તેને ટાર્ગેટ ના કરો. નેહાએ આગળ કહ્યું હતું કે,

કોઈ ફિઝીકલી, ઈમોશનલ અથવા કોઈ હેલ્થ પ્રોબ્લેમનેથી પીડાઈ રહ્યું હોય. અને બીજું કે શાર્દુલ એન્ટટેનેમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનો છે પણ નહીં. તે એક બિઝનેસ મેન છે. એટલે તેને ટ્રોલ કરવો બેહદ શરમજનક છે.

નેહાએ આગળ જણાવ્યું હતું કે, હું ટ્રોલ કરવાવાળા પાસેથી જાણવા માંગુ છું કે, શું તે લોકોએ ખબર છે શાર્દુલ મને કેટલો ખુશ રાખે છે. તમે એમ કેવી રતિએ નક્કી કરી લો કે મારા માટે સાચું કોણ છે અને ખોટું. મને ખબર નહિ પડતી આ નકારાત્મક વાત ક્યાંથી આવે છે.

નેહાએ આગળ કહ્યું હતું કે, તે અને શાર્દુલ બહુજ ખુશ છે. તે આવતા વર્ષની શરૂઆતમાં લગ્નગ્રંથીથી જોડાઈ જશે. આ લગ્ન મહારાષ્ટ્ર રીત-રિવાજથી સંપન્ન થશે. જણાવી દઈએ કે, નેહાએ તેની કરિયરની શરૂઆત 1995માં દૂરદર્શનના શો ‘ કેપટન હાઉસ’થી કરી હતી. ત્યારબાદ તે ટીવી શો ‘હસરતે’માં નજરે આવી હતી.

મરાઠી અભિનેત્રી અને બિગ બોસ 12ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી નેહા પેંડસેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર આકર્ષિત તસ્વીરો શેર કરતી રહે છે, નેહાએ ઈન્સ્ટાગ્રામ પર ફ્લોરલ મોનોક્રોમ બ્લેક એન્ડવ્હાઈટ ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેનું ફીગર એકદમ ફીટ લાગે છે. આ ફોટો જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

આ પહેલા પણ નેહાએ કેટલાક બોલ્ડ ફોટોગ્રાફ્સ શેર કર્યા છે, જેમાં પણ તે સુપર હોટ લાગી રહી છે. આ તસ્વીરોમાં નેહાનો જોરદાર બૉડી ટ્રાસફાર્મેશન જોવા મળી રહ્યું છે. બ્લેક મિનિ ડ્રેસમાં નેહા ખૂબ હૉટ લાગી રહી છે. ફોટામાં નેહાનો હોટ અંદાજ સાફ નજર આવી રહ્યું છે. તેની આ ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઈ છે.

કામની વાત કરીએ તો, નેહાએ તેલુગૂ, મલયાલમ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે લોકલ મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નેહાએ બોલિવુડમાં ‘પ્યાર કોઈ ખેલ નહીં’, ‘દીવાને’, ‘દાગ: ધ ફાયર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નેહાએ કેપ્ટન હાઉસથી બાળકલાકાર તરીકે અભિનયની શરુરત કરી હતી.

કારકિર્દીની શરૂઆતમાં નેહાએ ‘પડોસન’, ‘મીઠી મીઠી બાતેં’, ‘મે આઈ કમ ઈન મેડમ’ જેવા શોમાં કામ કર્યું છે. બિગ બોસ સીઝન ૧૨ થી નેહાને ખૂબ ઓળખ મળી.