મનોરંજન

નેહા કક્કરરે રોહન પ્રીત સાથે શેર કરી હનીમૂનની ખુબસુરત તસ્વીર, રોમેન્ટિક અંદાજમાં નજરે આવ્યું કપલ

7 વર્ષ નાના પતિદેવ સાથે આવા જલસા કરી રહી છે, જુઓ તસ્વીરો

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કર તેના અલગ અંદાજથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર નથી છોડી. નેહા કક્કર હાલમાં જ લગ્ન ગ્રંથિથી બંધાઈ છે. નેહા તેના પતિ અને પંજાબી સિંગર રોહનપ્રિત સાથે દુબઈમાં હનીમૂન મનાવી રહી છે. નેહા તેની હનીમૂનની તસ્વીર અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

હાલમાં જ નેહાએ હનીમૂનથી જોડાયેલી અમુક રોમેન્ટિક તસ્વીર શેર કરી છે. જેમાં બંને રોમેન્ટિક અંદાજમાં નજરે ચડે છે. નેહા એ તસ્વીર શેર કરતાની સાથે રૂમનું ડેકોરેશન પણ દેખાડ્યું હતું જે ઘણું ખુબસુરત હતું.

નેહા કક્કરની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહી હતી. આ સાથે જ લોકો નેહાની આ તસ્વીર પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ નેહાએ એક પોસ્ટમાં રોહનપ્રિત સિંહ સાથેની રોમેન્ટિક તસ્વીર શેર કરી હતી.

આ સાથે જ રૂમનું ડેકોરેશન પણ દેખાડ્યું હતું. જે ઘણું ખુબસુરત હતું. આ સિવાય એક પોસ્ટમાં બ્રેકફાસ્ટ કરતા હોય તેવી તસ્વીર પણ શેર કરી હતી. જેમાં બંને પતિ-પત્ની મસ્તી કરતા નજરે ચડે છે.

બ્રેકફાસ્ટ ટેબલ પર બંને પતિ-પત્નીની સ્ટાઇલ ઘણી ક્યૂટ લાગી રહી છે. આ તસ્વીરની ખાસ વાત એ છે કે, નેહા-રોહનપ્રિતની તસ્વીરો પર ફેન્સની કમેન્ટનો સિલસિલો ચાલુ રહ્યું છે.

આ લખાય છે ત્યાં સુધી નેહા કક્કર અને રોહનપ્રિત સિંહની આ તસ્વીરોને 18 લાખથી વધુ લાઈક મળી ચુકી છે. જણાવી દઈએ કે, નેહા અને રોહન પ્રીતે ગત મહિને દિલ્લીના ગુરુદ્વારમાં પરિવારજનો અને નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. નેહાના લગ્ન દરમિયાન રોકાથી લઈને સંગીત, મહેંદી, હલ્દીઅને રિસેપ્સન સુધીના વિડીયો અને તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હાલમાં જ નેહા અને રોહનપ્રિત સિંહનું ગીત નેહું દા વ્યાહ પણ રિલીઝ થયું હતું. જે યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે.