મનોરંજન

સિંદૂર ભરવાથી લઈને મંગળસૂત્ર પહેરાવવા સુધીની નેહા કક્કરના લગ્નની ના જોયેલી તસવીરો થઈ વાયરલ

સિંદૂર લગાવવા જેવો પતિએ આગળ વધાર્યો હાથ, તો શરમથી લાલ થઇ ગઈ નેહા, 6 દિવસ પછી શેર કરી તસવીરો

Image Source (Neha Kakkar Instagram)

બોલીવુડની સુંદર ગાયિકા નેહા કક્કર આજકાલ પોતાના લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં છે. નેહાએ પોતાના પ્રેમી ગાયક રોહનપ્રિત સિંહ સાથે 24 ઓક્ટોબરના રોજ લગ્ન કરી લીધા છે. નેહા સતત પોતાના લગ્નની તસવીરો મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. હવે તેને કેટલીક ના જોયેલી તસવીરો પણ શેર કરી છે.

Image Source (Neha Kakkar Instagram)

આ તસ્વીરોમાં નેહા પોતાના લગ્નના લાલ જોડામાં દેખાઈ રહી છે. રોહનપ્રિત તેના ગળામાં મંગળસૂત્ર પહેરાવી રહ્યો છે અને નેહા પ્રેમાળ નજરે તેને જોઈ રહી છે. બીજી એક તસ્વીરમાં રોહનપ્રિત નેહાના સેંથામાં સિંદૂર ભરી રહ્યો છે અને નેહા હસી રહી છે.

Image Source (Neha Kakkar Instagram)

આ તસ્વીરોને શેર કરવાની સાથે નેહા કક્કરે લખ્યું છે કે: “તને મારા દિલની હાલત ખબર છે? તારી નેહૂ દુનિયાની સૌથી ખુશ દુલ્હન છે. અને બધું જ તારા કારણે છે મિસ્ટર સિંહ. ભગવાનનો આભાર. તારો પણ આભાર રોહનપ્રિત સિંહ.”

Image Source (Neha Kakkar Instagram)

આ પહેલા પણ નેહા કક્કરે પોતાના લગ્નના લાલ જોડામાં ફોટો શેર કર્યા હતા. આ તસ્વીરો એ સમયની છે જયારે તેનો ભાઈ ટોની અને લગ્નમાં આવેલા બીજા મહેમાનો ડાન્સ કરી રહ્યા હતા. આ બધી જ તસ્વીરોમાં નેહા અને રોહનપ્રિત ખુબ જ સારા દેખાઈ રહ્યા છે.

Image Source (Neha Kakkar Instagram)

નેહા કક્કર પોતાના લગ્નના આઉટફિટને લઈને સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રોલ પણ થઇ હતી. તેના ગુરુદ્વારા વેડિંગ અને લગ્નના ફંક્શનના આઉટફીટ્સની તુલના અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપડાના વેડિંગ આઉટફિટ્સ સાથે કરવામાં આવી હતી.

Image Source (Neha Kakkar Instagram)

નેહાએ સફાઈ આપતા કહ્યું હતું કે તેનો ગુરુદ્વારા વેડિંગનો પિન્ક આઉટફિટ ડિઝાઈનર સબ્યસાચીએ તેને ગિફ્ટ કર્યો હતો. તેને કહ્યું હતું કે સબ્યસાચીનો આઉટફિટ પહેરવો કોઈ સપનાના પૂર્ણ થવા જેવું છે અને તેનું પોતે જ ગિફ્ટ કરવું બહુ જ મોટી વાત છે.

Image Source (Neha Kakkar Instagram)

તો આ લાલ આઉટફિટને ડિઝાઈનર ફાલ્ગુની અને શેન પીકોક દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ આઉટફિટની તુલના પ્રિયંકા ચોપડાના વેડિંગ ડ્રેસ સાથે થઇ. પોતાના આ આઉટફિટને લઈને નેહા કક્કરે પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે તેને કોણે બનાવ્યો છે. તેને ફાલ્ગુની શેનનો આભાર વ્યક્ત કર્યો હતો.