ખબર ફિલ્મી દુનિયા

લગ્નની ખબરો બચ્ચે બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અંદાઝમાં જોવા મળી નેહા કક્ક્ડ, ડાયમન્ડ રિંગ પણ પહેરીને જોવા મળી

બોલીવુડની ખ્યાતનામ ગાયિક નેહા કક્ક્ડ આજકાલ રાઇજિંગ સ્ટાર રોહનપ્રીત સિંહ સાથેના રિલેશનશિપ અને લગ્નની ખબરોને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન જ નેહાએ રોહન પ્રીત સાથેના સંબંધને ઓફિશિયલ કરતા સતત લગ્નની હિન્ટ આપી રહી છે.

Image Source

હાલમાં જ ગાયિકાએ પોતાના આવનારા ગીત “નેહૂ દા બ્યાહ”નો પહેલો લુક શેર કર્યો. જેને જોઈને દરેક લોકો કન્ફ્યુઝ છે કે નેહા હકીકતમાં લગ્ન કરી રહી છે કે લગ્નની ખબરો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ માત્ર ગીતના પ્રમોશન માટે જ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે જ ગાયિકાએ બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યો છે.

Image Source

હાલમાં જ નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર તસવીરો શેર કરી છે. જેમાં તે રોહન પ્રીત સાથે આંખોમાં આંખો મિલાવીને જોવા મળી રહી છે. આ તસ્વીર ખુબ જ રોમેન્ટિક પણ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

તેને શેર કરવાની સાથે જ ગાયિકા લખે છે કે: “જયારે આપણે મળ્યા રોહન પ્રીત. પહેલી નજરનો પ્રેમ. નેહૂ દા બ્યાહ, નેહૂપ્રીત.” આ દરમિયાન જ નેહા કક્કડની ડાયમંડ રિંગ પણ સૌનું ધ્યાન ખેંચી રહી છે. અભિનેત્રીએ રિંગ ફિંગરમા વીંટી પહેરી છે. જેને દરેક કોઈ સગાઈની વીંટી માની રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા બાદ રોહન પ્રીતે પણ પોતાની એક સુંદર તસ્વીર શેર કરતા લખ્યું છે: “ઓએ, તું મારી છે, ફક્ત મારી. હું તને સૌથી વધારે પ્રેમ કરું છું. નેહૂ પ્રીત. નેહૂ દા બ્યાહ.”

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા અને રોહન પ્રીતના લગ્નને લઈને હજુ લોકોના મનમાં ઘણી જ અટકળો ચાલી રહી છે. એવું એટલા માટે કે કારણ કે હાલમાં જ નેહાએ રોહન પ્રીત સાથે એક ફોટો શેર કર્યો હતો જેના ઉપર લખેલું હતું કે “નેહા કક્ક્ડ વેડ્સ રોહન પ્રીત”. પરંતુ આ તેના એક આવનારા ગીતનું પોસ્ટર હતું. ગીતનું ટાઇટલ “નેહૂ દા બ્યાહ” છે જે 21 ઓક્ટોમ્બરે રિલીઝ કરવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.