મનોરંજન

નેહા કક્કડની પ્રેગ્નેન્સીને લઈને થયો મોટો ખુલાસો, બીજી તસ્વીરમાં જોવા મળ્યું સાચું રહસ્ય, જાણો આ કારણે નેહાએ પોસ્ટ કરી તસ્વીર

બોલીવુડની ગાયિકા નેહા કક્ક્ડ આજે તેની પ્રેગ્નેન્સીને લઈને ખુબ જ ચર્ચામાં છે, નેહા કક્કડના ચાહકો પણ જાણવા માંગે છે કે શું નેહા ખરેખર પ્રેગ્નેટ છે કે આ માત્ર આ એક અફવા હતી.

આજે નેહાએ એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પતિ રોહનપ્રિત સાથે પોસ્ટ કરી છે તેમાં રોહનપ્રિત નેહાને પાછળથી હગ કરીને ઉભેલો જોવા મળી રહ્યો છે. આ તસ્વીર જોતા જ એવું લાગે છે કે નેહા પ્રેગ્નેટ છે. સાથે જ તેને કેપશન પણ એવું લખ્યું છે કે કોઈને પણ આ વાત સાચી લાગે.

નેહાએ આ તસ્વીર પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખ્યું હતું કે, “ધ્યાન રાખ્યા કર” આ સાથે જ નેહાએ પોતાની ખુશી વ્યક્ત કરતા બે ઈમોજી પણ પોસ્ટ કર્યા છે. તો નેહાની પોસ્ટ ઉપર રોહનની કોમેન્ટ જોઈને ચાહકોને વધારે શંકા જઈ રહી છે.

રોહને પણ આ તસ્વીરની અંદર કોમેન્ટ કરીને લખ્યું હતું કે “હવે તો કંઈક વધારે જ ધ્યાન રાખવું પડશે નેહૂ” હવે ઘણા લોકોને એવી શંકા પણ જઈ રહી છે કે નેહા લગ્ન પહેલા જ ગર્ભવતી બની હશે. આ તસ્વીર પાછળનું શું રહસ્ય છે એ હવે સામે આવ્યું છે.

હવે નેહાની એક બીજી તસ્વીર પણ સામે આવી છે જેમાં તે પ્રેગ્નેટ નથી દેખાઈ રહી. આ તસ્વીર નેહા અને રોહનના એરપોર્ટની તસ્વીર સામે આવી છે. જે આજે સવારે જ લેવામાં આવી હતી. આ તસ્વીર જોઈને ચાહકોને લાગી રહ્યું છે કે તે ખરેખર પ્રેગ્નેટ નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તો સવારે નેહાએ પોસ્ટ કરેલી તસ્વીર તેના કોઈ ગીતના પ્રમોશનને લઈને હોઈ શકે છે એવું ચાહકોનું માનવું છે. આ પહેલા પણ નેહા પોતાના ગીતના પ્રમોશન માટે આવા આખતરા કરી ચુકી છે. આદિત્ય નારાયણ સાથે પણ એક શોના પ્રમોશન દરમિયાન નેહાના લગ્નની ચર્ચાઓ જામી હતી.