મનોરંજન

ક્યારેક પૈસા માટે પિતા વેચતા હતા સમોસા, આજે પાણી પણ પીવે છે સૌથી મોંઘુ આ સિંગર, જુઓ તસ્વીર એક ક્લિકે

ક્યારેક ઘર ચલાવવા માટે જાગરણમાં ગાતી નેહા, 11 વર્ષ જૂની તસ્વીરો જોઈને વિશ્વાસ નહિ આવે

આપણે ઘણીવાર સાંભળતા આવીએ છીએ કે, સમય બધાનો આવે છે. બધાનો સમય સરખો નથી રહેતો. આ કહેવત ઘણા અંશે સાચી છે. આ કહેવતને રણવીરસિંહના એક ગીતમાં પણ કહેવામાં આવે છે જેના શબ્દો છે ‘અપના ટાઈમ આયેગા.’ મતલબ કે સમય બધાનો પહેલા પણ આવતો હતો અને હજુ પણ આવે છે.

બોલીવુડના ઘણા એવા સિતારાઓ છે જેના પહેલા બહુજ ખરાબ દિવસો હતા. પરંતુ સમયનું ચક્ર બદલાઈ જતા આજે તે એશો આરામની જિંદગી જીવે છે. આ માટે સિતારાઓએ તનતોડ મહેનત કરી છે.

આજે બોલીવુડમાં ઘણા મહાન સિંગર છે. પરંતુ આજના સમયમાં 2 યુવા સિંગરના ગીતો છવાઈ જતા હોય છે. જેમાં અરિજિત સિંહ અને નેહા કક્ક્ડનો સમાવેશ થાય છે. નેહા કક્ક્ડના ગીત તો હિટ જવાની ગેરેન્ટી જ છે. નેહા જે પણ ગીત ગાઈ છે તે હિટ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા કક્ક્ડ છેલ્લા ઘણા વર્ષો તનતોડ મહેનત કર્યા બાદ આજે આ મુકામ પર પહોંચી છે. નેહા કક્ક્ડની તનતોડ મહેનતના પરિણામે આજે તેના બાળકથી લઈને આબાલ વૃદ્ધ સુધીના બધા લોકો જ ઓળખે છે. નેહા કક્ક્ડનો જન્મ ઉત્તરાખંડના એક ગરીબ પરિવારમાં થયો હતો નેહાના માતાનું નામ નીતિ અને પિતાનું નામ ઋષિકેશ કક્ક્ડ છે. નેહાને એક ભાઈ ટોની અને બહેન સોનુ કક્ક્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેના પિતા ઘરનું ગુજરાન ચલાવવા માટે તેની બહેન સોનુની સ્કૂલની બહાર સમોસા વેંચતા હતા. થોડા વર્ષ બાદ નેહાનો પરિવાર દિલ્લી આવી ગયો હતો. દિલ્લી આવ્યા બાદ નેહાના પિતાએ નોકરી કરવાની શરૂ કરી દીધી હતી.નેહાએ પણ વિચારી લીધું હતું કે, તેને સિંગર જ થવું છે. નેહા દિલ્લીમાં આવીને ધાર્મિક કાર્યક્રમમાં ગાવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા કક્કડે તેન કરિયરની શરૂઆત રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ થી કરી હતી. તે સમએ જજનો લાગતું હતું કે, નેહા સારી સિંગર નથી. પબ્લિકે જલ્દી જ તેના શોમાંથી બહાર કાઢી દીધી હતી. નેહાના કરિયરની શરૂઆત આ બાદ જ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આ બાદ નેહાએ ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. પરંતુ તે સમયે નેહાના નસીબ એટલા બદલી ગયા કે તે સમયે નેહાએ ફિલ્મ ‘કોકટેલ’ માં ‘સેકન્ડ હેન્ડ જવાની’ ગીતમાં તેનો અવાજ આપ્યો હતો. આ ગીત સુપર હિટ થયું હતું. આ બાદ નેહાને ફિલ્મ ‘યારિયાં’ માં ‘આજ બ્લુ હૈ પાની-પાની’ થી લોકોએ સુપરસ્ટાર બનાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આ બાદ તેને કયારે પણ પાછળ વળીને નથી જોયું. આજે નેહાએ ઘણા સુપરહિટ ગીતો ગાય છે. આજકાલ નેહા કક્ક્ડ સોની ટીવી પર આવતો રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 11’ ને જજ કરી રહી છે. ગત વર્ષ પણ નેહાએ ઇન્ડિયન આઇડલ સીઝન-10ને જજ કરી હતી. આજે નેહાનું નામ ઇન્ડસ્ટ્રીઝમાં ખુબસુરત સિંગરમાં શામેલ છે. નેહાના લુકમાં પહેલા કરતા ઘણો બદલાવ આવતો છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

કયારેક નેહાના પિતાને પૈસા અને પરિવારના ભરણપોષણ માટે સમોસા વેચવા પડ્યા હતા. આજે એ જ સમય છે જેમાં  નેહા પાસે પૈસાની કોઈ કમી નથી. કયારેક પૈસાના હોવાને કારણે નેહા તેના નાના-મોટા શોખ પુરા કરી શકતી ના હતી પરંતુ આજે નેહા મોંઘામાં મોંઘુ પાણી પીવે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા પાસે રહેવા માટે શાનદાર ઘર અને મોંઘી ગાડીઓ છે. શરૂઆતના સમયમાં નેહા કોઈપણ ફી પર ગીત ગાવા માટે તૈયાર થઇ જતી હતી. પરંતુ બાદમાં નેહા કક્ક્ડ એક ગીત ગાવા માટે 2થી 3 લાખનો ચાર્જ લે છે. નેહાએ સાકી-સાકી, દિલબર-દિલબર અને આઓ રાજા જેવા હિટ ગીતો ગાય છે.

જણાવી દઈએ કે, નેહા કકડ છેલ્લા 4 વર્ષથી ‘યારિયા’ના એક્ટર હિમાંશુ કોહલીને ડેટ કરી રહી હતી. નેહા કક્ક્ડનું તેના બોયફ્રેન્ડ હિમાંશુ કોહલી સાથેનું બ્રેકઅપ ઘણું ચર્ચામાં રહ્યું હતું. ગત વર્ષ નેહાએ તેના બ્રેકઅપની જાણકારી સોશિયલ મીડિયામાં આપી હતી.