મનોરંજન

નેહા કક્ક્ડ ઇન્ડિયન આઈડલના સેટ પર બની Oops મોમેન્ટનો શિકાર, ડાન્સ કરતી વખતે જુઓ વીડિયોમાં શું થયું…

બોલીવુડની સૌથી જાણીતી સિંગર નેહા કક્ક્ડ તેના ગીતને લઈને હંમેશા માટે ચર્ચામાં રહે છે. આજકાલ નેહા કક્ક્ડ સોની ટીવી પર આવતો રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ-10ને અનુ મલિક અને વિશાલ દદલાની સાથે જજ કરતી નજરે ચડે છે. હજુ સુધી આ શો દર્શકોને મનોરંજન કરવામાં કામયાબ રહ્યો છે. પરંતુ શોમાં ઘણા એવા મૌકા હોય છે જે ચર્ચાનો વિષય બને છે. હાલમાં જ આ શોમાં ડાન્સ મસ્તીની વચ્ચે એક દુર્ઘટના બની હતી.
નેહા કક્ક્ડે જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ સત્યમેવ જયતેનું ગીત ‘ દિલબર-દિલબર’માં તેનો અવાજ આપ્યો છે. હાલમાં જ નેહા કક્ક્ડનો આ ગીત પર ડાન્સ કરતી વખતે તેનું બેલેન્સ બગડતા સ્ટેજ પર પડી ગઈ હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ, થોડા દિવસ પહેલા એક સ્પર્ધકના પરફોર્મન્સ બાદ નેહા સ્ટેજ પર પહોંચી હતી. નેહાએ શોના હોસ્ટ આદિત્ય નારાયણને ડાન્સની ચેલેન્જ કરતા કહ્યું હતું કે, આદિ આજે તારો અને મારો ડાન્સ થઇ જાય.

 

View this post on Instagram

 

#HappyDiwali ♥️ Maa Laxmi Ganpati Ji Bless you all!! 🙏🏼 #NehaKakkar #SpreadLove #SpreadHappiness

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આ બાદ બંનેએ નેહા કક્કડના ગીત દિલબર પર સિઝલિંગ મૂવ્સ કરવાનું શરૂ કરી દીધું હતું. નેહા તો આ ગીત પર ડાન્સ કરતી જોવા છે તો આદિત્ય નારાયણ તેના સ્ટેપ્સને યુવતીઓની અદામાં કોપી કરે છે. આગળ એક સમય એવો આવે છે કે આદિત્ય નેહાનો હાથ પકડી નેહા ધૂમીને તેની પાસે આવે છે. જેવી નેહા આદિત્ય નારાયણ પાસે આવે છે તે સમયે જ તેનું બેલેન્સ બગડે છે. નેહાનું બેલેન્સ બગડતા તે સ્ટેજ પર જ પડી જાય છે. આદિત્ય નારાયણ નેહાને ઉઠાવીને તેની માફી માંગે છે.

નેહા કક્કડનો આ વિડીયો ખુદ સોની ટીવીએ તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નેહાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો નેહાના બધા ગીત બ્લોકબસ્ટર સાબિત થાય છે. દિલબર અને સાકી જેવા હિટ આઈટમ સોન્ગ સાથે નેહા ફિલ્મ મરજાવામાં આઈટમ સોન્ગ એક તો કામ જિંદગાનીમાં પણ તેની આવાજ આપી છે.

નોંધીનીય છે કે ઈન્ડિયન આઈડસ Season 11 ટીવી પર આવનાર પોપુલર સિંગિંગ રિયાલિટી શો માથી એક છે. આ વખતે શોને વિશાલ દદલાણી, અનુ મલિક અને નેહા કક્કડ જજ કરી રહ્યાં છે. અત્યાર સુધી શોમાં આવેલા સ્પર્ધક દર્શકોનું મનોરંજન કરવામાં કામયાબ રહ્યાં છે. શોમાં એવા કેટલાંય મોકાઓ આવે છે જે ચર્ચાનો વિષય બની જાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.