મનોરંજન

નેહાએ પોતાના ઘરે પતિ સાથે કંઈક આવા અંદાજમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વાયરલ થયો વિડીયો…

બોલીવુડની ફેમસ સિંગર નેહા કક્ક્ડ પોતાની ગાઈકીના સિવાય પોતાની ચુલબુલી અદાઓને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે. નેહાએ અમુક દિવસો પહેલા જ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. જ્યારથી નેહાએ લગ્ન કર્યા છે ત્યારથી  લઈને અત્યાર સુધી તે કોઈને કોઈ કારણોને લીધે લાઇમલાઇટમાં રહેતી જોવા મળી છે.

Image Source

નેહા કક્ક્ડ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ નેહાએ ડાન્સ કરતો પોતાનો વિડીયો શેર કર્યો છે જેમાં પતિ રોહન પણ તેનો સાથ આપી રહ્યો છે. વીડિયોમાં નેહા પોતાના ભાઈ ટોની કક્કડના ગીત નાચ મેરી લૈલા પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે અને રોહન પણ ડાન્સ મૂવ્સ કરી રહ્યો છે.

દર્શકો નેહા-રોહનના આ ડાન્સ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.વીડિયોના શરૂઆતમાં નેહા લૈલા ગીત પર ડાન્સ કરે છે, જેના અમુક સમય પછી રોહન પણ ત્યાં આવી જાય છે અને નેહા સાથે ડાન્સ કરવાનો શરૂ કરી દે છે. નેહાએ આ વિડીયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું કે,”નાચ મેરી લૈલા લૈલા, શું ગીત છે!”

Image Source

વિડીયો પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”હવે કિક નથી મારી રહ્યો!” અમુક દિસવો પહેલા નેહાએ પોતાના ગીત ખ્યાલ રખ્યા કરના પ્રમોશન માટે બેબી બમ્પની તસ્વીર પોસ્ટ કરી હતી. જેના અમુક સમય પછી તે બેબી બમ્પની સાથે પાણીપુરી ખાઈ રહી હતી અને રોહનને કહી રહી હતી કે બેબીએ કિક મારી છે.જેને લીધે યુઝરે આવી કમેન્ટ કરી છે.

જુઓ નેહા કક્કડનો રોહન સાથે લૈલા સોન્ગ પર ડાન્સ કરતો વિડીયો….