મનોરંજન

પાંચ પાંચ બોયફ્રેન્ડ રાખવા એ છોકરીઓની મરજી, આવો ધડાકો કરીને અભિનેત્રી બરાબરની ભેરવાઇ

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા હાલ એમટીવી રોડીઝ શોમાં જજ તરીકે ભૂમિકા ભજવે છે. જજ તરીકે નેહાની શાનદાર શૈલી ચાહકોને ખૂબ જ પસંદ આવે છે પરંતુ હાલમાં એવું કંઈક થયું કે તે સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાના પર આવી ગઈ છે. આ શો દરમિયાન નેહાનું નિવેદન લોકોને એટલું નાપસંદ આવ્યું છે કે તેના પર વિવિધ પ્રકારના મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે.

એમટીવી રોડીઝ શોના એક એપિસોડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ઓડિશન દરમિયાન એક સ્પર્ધકે જણાવ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડનું તેના સિવાય પાંચ લોકો સાથે અફેર હતું. જે બાદ તેણે તેની ગર્લફ્રેન્ડને બોલાવીને તેના પાંચેય બોયફ્રેન્ડની સામે થપ્પડ મારી હતી. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સ્પર્ધકની આપવીતી સાંભળીને નેહા ધૂપિયા ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તે કહે છે કે તું જે બોલી રહ્યો છે કે તે તારી ગર્લફ્રેન્ડને થપ્પડ મારી તું એકદમ ખોટો છે. સાંભળ મારી વાત, આ એની પસંદ છે આ અધિકાર તને કોને આપ્યો કે તું એક છોકરીને થપ્પડ મારે.

નેહાના આ નિવેદન પછી તે સોશિયલ મીડિયા પર ટ્રોલના નિશાના હેઠળ આવી છે. સોશિયલ મીડિયા પર તેણીને ‘નકલી નારીવાદી’ કહેવાઈ રહી છે. ટ્વિટર યુઝર્સ તેના આ નિવેદનની ટીકા કરી રહ્યા છે.

એક યુઝરે નેહાને ટ્રોલ કરી અને લખ્યું- નેહા, થોડી સમજદાર બનો. દરેક જગ્યાએ લેક્ચર આપવાની જરૂર નથી. તમારા જેવા લોકો એમટીવી રોડીઝ શોને જજ કરવાને લાયક નથી. એને શક્ય તેટલી વહેલી તકે શોમાંથી દૂર કરવી જોઈએ. બીજા એક યુઝરે લખ્યું કે મારી પાંચ ગર્લફ્રેન્ડ છે અને આ માટે મારી ગર્લફ્રેન્ડએ મને થપ્પડ મારી . નેહા ધૂપિયા, શું તમે મને કહેશો કે આ મારી પસંદ છે કે નહીં.

અત્યાર સુધીમાં આના પર નેહા ધૂપિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જણાવી દઈએ કે નેહા ધૂપિયા હાલમાં જ શોર્ટ ફિલ્મ દેવીમાં જોવા મળી છે. નેહાએ વર્ષ 2018માં ગુપ્ત રીતે અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા હતા.

નેહાએ ઉતાવળમાં શા માટે લગ્ન કરવા પડ્યા એ અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે નેહા લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી. આ કારણોસર, પરિવારે તેમના લગ્ન તાત્કાલિક કરાવી દીધા હતા. અંગદ બેદીએ ખુદ નેહા ધૂપિયાના પ્રખ્યાત શો ‘નો ફિલ્ટર નેહા’ માં આ વાતની કબૂલાત કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.