અભિનેતા ઋષિ કપૂરના નિધનને આજે 2 મહિના પૂર્ણ થઇ ગયા છે. તેમના નિધનથી દેશભરના તેમના ચાહકોને ઊંડું દુઃખ પહોંચ્યું છે પણ ઋષિ કપૂરની જો કોઈને સૌથી વધુ ખોટ પડી હોય તો તે છે તેમની પત્ની નીતુ સિંહને. નીતુ હજુ પણ તેના પતિના મૃત્યુના દુઃખને ભુલાવી નથી શકી. હાલમાં જ નીતુએ ફરી એકવાર ઋષિ કપૂરને યાદ કરીને એક ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

નીતુએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો છે જેમાં તે ઋષિ કપૂર સાથે નજર આવી રહી છે. આ ફોટો કોઈ પાર્ટીનો દેખાઈ રહ્યો છે. જ્યાં બીજા પણ ઘણા લોકો છે. ઋષિ કપૂર શૂટ બૂટમાં દેખાઈ રહ્યા છે તો નીતુ પણ ગુલાબી રંગના શૂટમાં દેખાઈ રહી છે. નીતુ એક ખુરશીમાં બેઠેલી છે તો ઋષિ બાજુમાં ગ્લાસ લઈને ઉભા દેખાઈ રહ્યા છે. આ તસ્વીર સાથે નીતુએ કેટલુંક ભાવુક લખાણ પણ લખ્યું છે.

આ પોસ્ટમાં ફોટો સાથે નીતુએ લખ્યું છે કે: “નાની હોય કે મોટી, આપણા દિમાગની અંદર આપણે બધાએ પોત-પોતાની લડાઈ લડવાની છે. તમારી પાસે એક મોટું ઘર સારી સુખ સુવિધાઓ હોઈ શકે છે તે છતાં પણ તમે દુઃખી હોઈ શકો છો અને તમારી પાસે કઈ ના હોવા છતાં પણ તમે ખુશ હોઈ શકો છો. આ બધું જ તમારા દિમાગમાં છે. બધાને જરૂર છે એક અજબૂત દિમાગ અને સારી આવતી કાલની આશાની. આભાર, ઉમ્મીદ સાથે જીવો અને મહેનત કરો. પોતાનાઓની કદર કરો, એ પણ તમારી સૌથી મોટી મૂડી છે.”
View this post on Instagram
આ પોસ્ટ સાથે નીતુએ બે દિલ વાળું ઇમોજી પણ પોસ્ટ કર્યું છે. નીતુ ઋષિ સાથે છેલ્લા સમય સુધી સાથે ઉભી રહી. ઋષિ કંપાઉર સાથે લગ્ન બાદ નીતુએ ફિલ્મી કેરિયર છોડી અને પરિવારની દેખરેખમાં જ સમય વિતાવવાનો શરૂ કરી દીધો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.