ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તીએ કબૂલ કરી ડ્રગ્સ લેવાની વાત, કહ્યું કે- સુશાંત સિંહ રાજપૂતના દબાણમાં આવીને…જાણો વધુ

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ બ્યુરોએ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. છેલ્લા થોડા દિવસથી લગાતાર નાર્કોટિક્સ બ્યુરો રિયા ચક્રવતીની કલાકો સુધી પુછપરછ કરી રહી છે. આજ સવારે 10:30 વાગ્યે રિયા નાર્કોટિક્સ બ્યુરો પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput_alive) on

ટિમ દ્વારા ડ્રગના નેટવર્ક સાથે સંબંધિત લોકોની પુછપરછ કરી રહી છે. આજે રિયાએ એનસીબીની પુછપરછમાં  ખુદ ડ્રગ્સ લેતી હોવાની વાતને કબૂલી હતી.

 

View this post on Instagram

 

A post shared by sushant singh rajput 💔 (@sushantsinghrajput34_ssr) on

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રિયાએ ઘણી મીડિયા ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન રિયાએ સુશાંત સિંહ રાજપૂત સાથેના સંબંધના પણ ખુલાસા કર્યા હતા. આ ઇન્ટરવ્યૂમાં રિયાએ ડ્રગ્સ લેવાની વાતનો ઇન્કાર કરી દીધો હતો. પરંતુ હવે ખબર આવી  છે કે, રિયા ચક્રવર્તીએ એનસીબી સામે કબૂલ કરી લીધું છે કે, તે ડ્રગ્સનું સેવન કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિયા ચક્રવર્તીએ એનબીસીની સામે સુશાંત સિંહ રાજપૂત પર આરોપ લગાવ્યો છે કે તે દિવંગત એક્ટરના કારણે તે ડ્રગનું સેવન કરતી હતી. રિયાએ એજન્સીને જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત તેના પર ડ્રગ લેવાનું દબાણ કરતો હતો. આ કારણે તે ડ્રગ્સ લેતી હતી. બીજી તરફ એનસીબી સામે રિયા સતત તેનું નિવેદન બદલતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ લેવાની કબૂલાત કરતા કહ્યું હતું કે તે ગાંજાની સાથે કેટલાક કેમિકલ્સ પણ લેતી હતી. આ સાથે જ સુશાંતની ફિલ્મના સેટ પર ડ્રગનો ઉપયોગ થતો હતો. એનસીબીને ખબર પડી છે કે, રિયા ચક્રવર્તીએ છેલ્લા બે વર્ષમાં ઘણી વાર પાર્ટી કરી છે, તો પછી શક્ય છે કે તેણે ડ્રગ્સ પણ લીધું હોય. નોંધનીય છે કે આ સિવાય રિયાએ પૂછપરછમાં અનેક ફિલ્મ સ્ટાર્સના નામનો પણ ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Fotocorp News Photo Agency (@fotocorpimages) on

સુશાંત સિંહ રાજપૂત મામલે એનસીબીની પકડ રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી છે. શૌવિક 9 સપ્ટેમ્બર સુધી એનસીબી કસ્ટડીમાં છે. બીજી તરફ રિયાની ધરપકડ પર તલવાર લટકી રહી છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂનના રોજ તેમના ઘરેથી મળ્યો હતો. જે બાદ તેના મોતની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી અભિનેતાના કેસમાં ઘણાં ટ્વિસ્ટ આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.