મનોરંજન

BREAKING : અનન્યા પાંડે બાદ હવે આ 2 દિગ્ગજને NCBની SIT ટીમે પાઠવ્યુ સમન, નામ જાણીને હોંશ ઉડી જશે

આર્યન ખાનની ધરપકડ બાદથી ફરી એકવાર બોલિવુડ પર NCB સિકંજો કસી રહ્યુ છે. અભિનેતા ચંકી પાંડેની દીકરી અને અભિનેત્રી અનન્યા પાંડેની ડગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સમન્સ મોકલીને પૂછપરછ કરવામાં આવી હતી. હવે આગળનું સમન ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેને મોકલવામાં આવ્યું છે. આ સમન મુંબઈ પોલીસની SIT દ્વારા ચિક્કી પાંડેને મોકલવામાં આવ્યું છે. જણાવી દઈએ કે SITએ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને પણ સમન્સ પાઠવ્યા છે.

બોલિવૂડ એક્ટર ચંકી પાંડે અને તેના પરિવારની મુસીબતો ઓછી થતી જણાતી નથી. હાલમાં જ NCBએ આર્યન ખાન કેસમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી. જોકે હવે આર્યન ખાન પોતાના ઘરે પરત ફરી ચૂક્યો છે. પરંતુ ચંકી પાંડેના પરિવારની મુશ્કેલીઓ સતત વધી રહી છે, કારણ કે હવે તેના ભાઈ ચિક્કી પાંડેને તેનું નિવેદન નોંધવા માટે મુંબઈ પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો છે. NCB અધિકારીઓ સામે કથિત ખંડણીના આરોપોના સંબંધમાં ચિક્કી પાંડેને સમન્સ મોકલવામાં આવ્યા છે.

રીપોર્ટ અનુસાર, NCB અધિકારીઓ સામે કથિત જબરદસ્તી વસૂલીના આરોપમાં ચિક્કી પાંડેને સમન મોકલવામાં આવ્યુ છે, જેની તપાસ મુંબઈ પોલીસની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. NCB સામેના આ આરોપોની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસ ચિક્કી પાંડેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, ચીક્કીએ પણ મુંબઈ પોલીસના સમન્સનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તે આ સમયે હાજર થઈ શકશે નહીં.

ચિક્કી પાંડેએ મુંબઈ પોલીસને જાણ કરી છે કે તે તપાસમાં જોડાઈ શકશે નહીં કારણ કે તે હાલમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તે ક્વોરેન્ટાઈનમાં છે. અગાઉ, NCBએ ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. ટીમે અગાઉ કિરણ ગોસાવીને શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની સાથે ફરી જોડવામાં મદદ કરવા રણજીત સિંહ બિન્દ્રા અને મયુર ઘુલેના નિવેદનો નોંધ્યા હતા. એવું માનવામાં આવે છે કે રણજીત સિંહે પૂજાનો સંપર્ક કરવા માટે ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેનો સંપર્ક કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ડગ કેસમાં NCBની SIT ટીમે બે વ્યક્તિને પૂછપરછ માટે સમન પાઠવ્યું છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાન સાથે સંકળાયેલા ડગ કેસમાં બેને સમન પાઠવવામાં આવ્યું છે. આ કેસની તપાસ NCBની SIT ટીમે સોમવારથી ફરી શરૂ કરી છે. સમીર ખાનને લગભગ 8 મહીના બાદ 27 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. તે કથિત રીતે ડગ લે-વેચમાં સંડોવાયેલો છે.

જણાવી દઈએ કે NCP નેતા નવાબ મલિક શરૂઆતથી જ આ ડગ કેસને ષડયંત્ર ગણાવી રહ્યા છે. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે NCB ઓફિસર સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના અપહરણનું કાવતરું ઘડ્યું હતું.

નવાબ મલિકે આરોપોમાં કહ્યું હતું કે, ‘સમીર વાનખેડે અને તેમના જુનિયર વીવી સિંહ અને આશિષ રંજન અને તેમના એક ડ્રાઈવરનું માનવું છે કે… તેઓ હાઈપ્રોફાઈલ લોકોને ફસાવવા અને તેમની પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરવા માટે પ્રાઇવેટ આર્મી ચલાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ટીમ પૂજા દદલાણીની કિરણ ગોસાવીના છેડતીના કેસમાં પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, તેણે નાદુરસ્ત તબિયતને કારણે હાલમાં હાજર થવા માટે થોડો સમય માંગ્યો છે.

ક્રૂઝ ડગ કેસમાં આર્યન ખાનને ભલે ગયા મહિને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હોય, પરંતુ તેની મુસીબતો હજુ ખત્મ થઈ નથી. ઘરે પરત ફરેલા આર્યન ખાનને NCBની SIT ટીમે પૂછપરછ માટે બોલાવ્યો છે. NCB મુંબઈ ઝોનલ યુનિટની તપાસ સંભાળી રહેલી ટીમે ફરી એકવાર આર્યન ખાનને બોલાવ્યો છે. આ પહેલા રવિવારે દિલ્હી NCB SITએ ખાનને પૂછપરછ માટે એજન્સી સમક્ષ હાજર થવા કહ્યું હતું.

આર્યન ખાન ડગ કેસમાં આર્યનની ધરપકડ બાદ NCB દ્વારા અભિનેત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર અનન્યાની આર્યન ખાન અને તેના વચ્ચે કથિત રીતે વોટ્સએપ ચેટનો મુદ્દો સામે આવ્યો ત્યારે પૂછપરછ કરવામાં આવી હતી. આરોપ છે કે આ ચેટમાં આર્યન અને અનન્યા પાંડે વચ્ચે ગાંજાને લઈને ચેટ થઈ હતી. અનન્યાની આ પૂછપરછ ઘણા કલાકો સુધી ચાલી હતી.