મનોરંજન

આર્યન ખાનની જમાનત અરજી કોર્ટ દ્વારા ફગાવવા પર સમીર વાનખેડેએ કહી દીધી આ મોટી વાત

ડગ કેસમાં જેલમાં રહેલા બોલિવુડના કિંગ ખાન અને બાદશાહ કહેવાતા શાહરૂખના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આજે બુધવારના રોજ થઈ હતી. આ નિર્ણયથી ફરી એક વખત શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન અને પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી ફગાવી દીધા છે. હવે આર્યન ખાનની જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે.

હાલમાં આર્યન ખાન મુંબઇની આર્થર રોડ જેલમાં છે. આર્યન ખાન સાથે સાથે અન્ય આરોપી અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. બીજી બાજુ, NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ બાબતે કંઈપણ બોલવાનું ટાળ્યું હતું. આર્યનના જામીન રદ થયા બાદ તેમણે માત્ર ‘સત્યમેવ જયતે’ કહ્યું હતુ. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આર્યન ખાનની ડેબ્યૂ અભિનેત્રી સાથે ડગ ચેટ્સ એનસીબીના હાથમાં આવી છે.

તેમણે આર્યનની વોટ્સએપ ચેટ્સ કોર્ટમાં રજૂ કરી. આ સિવાય કેટલાક ડગ પેડલર્સ સાથે આર્યનની ચેટ્સ પણ કોર્ટને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરના રોજ મુંબઈ ક્રૂઝ પર આયોજિત પાર્ટીમાં દરોડા બાદ એનસીબી દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. લાંબી પૂછપરછ બાદ આર્યનની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, આર્યન ખાન થોડા દિવસો માટે NCBની કસ્ટડીમાં રહ્યો હતો અને 8 ઓક્ટોબરના રોજ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો, ત્યારથી તે જેલમાં છે.