ખબર ફિલ્મી દુનિયા

અભિનેતા અર્જુન રામપાલ આવ્યો NCBની ચપેટમાં, તેના ઘરે કરવામાં આવી છાપામારી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સામે આવેલા ડ્રગ્સ એન્ગલમાં ઘણા બૉલીવુડ સ્ટાર આવી ચુક્યા છે, હજુ પણ એનસીબી દ્વારા તપાસ ચાલુ છે. એનસીબી દ્વારા બોલિવુડના ઘણા અભિનેતા અને નામચીન અભિનેત્રીઓની પણ પુછપરછ કરવામાં આવી છે ત્યારે આ બધા વચ્ચે જ અભિનેતા અર્જુન રામપાલ પણ એનસીબીની ચપેટમાં આવ્યો છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રગ્સ કનેક્શનની અંદર અભિનેતા અર્જુન રામપાલના ઘરે છાપામારી કરવામાં આવી છે. અર્જુન રામપલના મુંબઈમાં આવેલા બાંદ્રા સ્થિત ઘરની અંદર એનસીબી રેડ મારવા માટે પહોંચી હતી.  આજે સવારે જ અર્જુન રામપાલના ઘરે એનસીબી ઓફિસર પહોંચ્યા હતા. એવું પણ જાણવા મળી રહ્યું છે કે એનસીબી અર્જુનના ઘરે ડ્રગ્સની તપાસ કરી રહી છે, જેની ખબર સૂત્રો દ્વારા મળી હતી.

આ પહેલા એનસીબી રવિવારના રોજ બૉલીવુડ નિર્માતા ફિરોજ નડિયાદવાલાના જુહુ સ્થિત ઘરે પહોંચીને ગાંજો જપ્ત કર્યા બાદ તેમની પત્નીની ધરપકડ કરી હતી. આ બાબતે એનસીબીના નિર્દેશક સમીર વાનખેડેનું કહેવું છે કે: “ફિરોજ નડિયાદવાલાની પત્નીને એનડીપીએસ કાયદા અંતર્ગત ધરપકડ કરી છે. આગળની તપાસ શરૂ છે.”

Image Source

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી સમેત અત્યાર સુધી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રિયાને ઓક્ટોબરમાં જામીન મળી ગયા હતા. તેને 28 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં વિતાવ્યા. રિયા પહેલા તેના ભાઈ શૌવિકની ધરપકડ કરવામાં આવી હતી. તે હજુ પણ કસ્ટડીમાં છે.