BREAKING : ક્રૂઝમાં ચાલતી ગંદી ડગ પાર્ટી અને પડી રેડ….શાહરૂખ ખાનના દીકરા આર્યન પણ…જાણો વિગત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે શનિવારે અડધી રાત્રે મુંબઈમાં કોર્ડેલા ધ ઈમ્પ્રેસ નામના એક ક્રૂઝમાં રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પ્રતિબંધિત ડગનો જથ્થો જપ્ત કરીને 10 લોકોની અટકાયત કરી હતી. ઇન્ટરનેટ પર સંચાર વાયરલ થતા જ NCBના દરોડા દરમિયાન જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં બોલિવુડના કિંગ ખાનનો દીકરો પણ શામેલ છે.

રવિવારે સવારે ઈટાઈમ્સ ટીવીએ આ કેસની વધુ વિગતો જાણવા માટે એનસીબીના SR અધિકારીનો સંપર્ક કર્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે, બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ અટકાયત કરી છે. NCBના સિનિયર અધિકારીએ કહ્યું, “તેની સામે તપાસ ચાલી રહી છે.”

સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થયા કે, શાહરૂખના દીકરા આર્યન ખાનની પૂછપરછ થઈ રહી છે પરંતુ તેની પાસેથી ડગ પકડાયા હોવાની શક્યતા ઓછી છે. આશંકા તો એવી પણ છે કે, અન્ય એક બોલિવુડ સ્ટારના દીકરાની પણ આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. જોકે, આ મુદ્દે ગુજ્જુરોક્સ હજી સુધી પુષ્ટિ કરી શક્યું નથી.

NCBની ટીમને એવી સિક્રેટ ઇન્ફોર્મેશન મળી કે એક ક્રૂઝ પર ડગ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે અહીં વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી.

પોલીસ અધિકારીઓએ કિંગ ખાનના દીકરા આર્યનનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તેમના મોબાઈલ ફોનની ચેટની તપાસ થઈ રહી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા અન્ય લોકોના ફોન જપ્ત કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં છેક દિલ્હીથી આવેલી 3 છોકરીઓની પણ કસ્ટડીમાં પુછપરછ થઈ રહી છે. તે ત્રણેય મોટા કારોબારીઓની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના હેડક્વાર્ટર દ્વારા સમગ્ર કેસ પર નજર રાખવામાં આવી રહી છે.

જાણવા મળ્યા મુજબ દિલ્હીની એક કંપની Namascray Experience દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક મુસાફરની ટિકિટની કિંમત 80,000 રૂપિયા હતી. Latest માહિતી અનુસાર આ શિપ પરથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો મળી આવ્યા છે. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે પણ ડગ મળી આવ્યું છે તે MD કોક અને હશિસ છે.

નવી અપડેટ :

મુંબઈથી ગોવા જતી લક્ઝૂરિયઝ ક્રૂઝ પાર્ટીમાં NCB એ રેડ પાડી હતી. એ વૈભવી પાર્ટીમાં બોલીવુડના ટોપ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. તેની અટકાયત કરવામાં આવી છે અને NCBની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. NCBએ કયા આઠ લોકોની અટકાયત કરી, તેનું લિસ્ટ જાહેર કર્યું છે.

NCB એ એક નિવેદન જારી કરીને કહ્યું કે ગઈકાલે બીજી ઓક્ટોબરના રોજ કોર્ડેલિયા ક્રૂઝ પર રેડ પાડવામાં આવી હતી. ત્યાં પ્રેઝન્ટ બધા જ લોકોની શોધ કરવામાં આવી હતી. આ દરમિયાન એનસીબીએ એમડીએમએ, કોકેન, એમડી અને ચરસ જપ્ત કર્યા છે.

આ કેસમાં અત્યાર સુધીમાં ટોટલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. NCB એ આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ કેસમાં પોલીસની ટીમે બોલીવુડ સ્ટાર કિંગ ખાનના દીકરા આર્યન ખાનની પણ પૂછપરછ કરી હતી. NCB ને ક્રૂઝની અંદર ચાલી રહેલી પાર્ટીનો વીડિયો મળ્યો છે, જેમાં શાહરૂખનો લાડલો આર્યન જોવા મળી રહ્યો છે.

પૂછપરછ દરમિયાન શાહરુખના દીકરા આર્યને કહ્યું કે તેને મહેમાન તરીકે આ પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેણે પાર્ટીમાં ભાગ લેવા માટે કોઈ પૈસા આપ્યા ન હતા. એક્ટરના દીકરાનો દાવો કર્યો છે કે આયોજકે તેના નામનો ઉપયોગ કરીને લોકોને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું.

NCB એ આર્યનનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધો છે અને તેની ચેટ્સ સર્ચ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બીજી 3 યુવતીઓ પણ દિલ્હીથી ક્રૂઝ પાર્ટીમાં ભાગ લેવા આવી હતી. એનસીબીની ટીમે આ ત્રણેયની પૂછપરછ પણ કરી રહી છે.

આ ત્રણ મોટા ઉદ્યોગપતિઓની પુત્રી હોવાનું કહેવાય છે. NCB એ તમામના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે અને તેમની તપાસ કરી રહી છે. NCB ના દિલ્હી હેડક્વાર્ટરમાંથી સમગ્ર મામલા પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસ માત્ર અને કાયદાના દાયરામાં થઈ રહી છે.

જેણે પણ ભૂમિકા ભજવી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ‘ABP’ના અહેવાલમાં મુજબ, NCBના સૂત્રોના મતે આર્યન ખાનના લેન્સના ડબ્બામાંથી ડગ મળી આવ્યું છે.

આ કેસમાં એક્ટરના દીકરાનું નિવેદન લેવામાં આવશે. NCBએ શાહરૂખના દીકરાનો મોબાઈલ જપ્ત કરી લીધો છે. ફોનમાંથી ચેટ્સ શોધવામાં આવશે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે. તે તમામના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે.

NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલ એ ક્રૂઝની રેવ પાર્ટીમાં રેડ મારી હતી જેમા એક મોટા સ્ટારનો દીકરો પાર્ટીમાં પકડાયો છે. પાર્ટીમાં ડગ પણ ઝડપાયું છે. નોંધનીય છે કે મુંબઈથી આ ક્રૂઝ ઉપડી ત્યારે જ આ ગંદી પાર્ટી શરૂ થઈ ગઈ હતી અને NCBની ટીમ પહેલેથી જ ક્રૂઝ પર જ હતી. મોટી માત્રામાં ડગ મળ્યા બાદ ક્રૂઝને ફરીથી મુંબઈ તરફ લાવવામાં આવી.

  1. अरबाज मर्चेंट
  2. मुनमुन धमेचा
  3. नूपुर सारिका
  4. इसमीत सिंह
  5. मोहक जसवाल
  6. विक्रांत छोकर
  7. गोमित चोपड़ा
YC