દુકાન જેવા જ નરમ અને ટેસ્ટી નાયલોન ખમણ બનાવો ઘરે જ, નોંધી લો રેસિપી

0

આપણે ગુજરાતીઓ વિશ્વભરમાં આપણા જમણ અને ખમણ માટે ખૂબ જ પ્રખ્યાત છીએ, પણ આપણી એક તકલીફ છે કે જયારે પણ આપણે નાયલોન ખમણ બનાવીએ ત્યારે દુકાન જેવા જ નરમ ખમણ નથી બની શકતા, એટલે આપણે જાતે ઘરે ખમણ જ બનાવવાનું ટાળીએ છીએ, પણ હવે એવું કરવાની જરૂર નથી. કારણ કે અહીં અમે તમારા માટે નાયલોન ખમણ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ જેથી તમે દુકાન જેવા જ સોફ્ટ ખમણ ઘરે બનાવી શકો.

નાયલોન ખમણ બનાવવા માટે આપણને જોઈશે –

સામગ્રી

  • બેસન 2 કપ
  • લીંબુના ફૂલ 1 ચમચી
  • પાણી 1 કપ
  • ખાવાનો સોડા 1 ચમચી
  • સીંગ તેલ 3 ચમચી
  • લીલા મરચા 3 નંગ
  • પાણી 1/2 કપ
  • ખાંડ 1/4 કપ
  • ધાણા ગાર્નિશિંગ માટે

રીતસૌપ્રથમ બેસનને ચાળી લો પછી એમાં પાણી એડ કરી મિક્સ કરો
પછી એમાં લીંબુના ફુલ એડ કરો પછી બરોબર મિક્સ કરો એકદમ સ્મૂથ બનાયી દો પછી એમાં ખાવાનો સોડા એડ કરો પછી એક પ્લેટમાં કાઢી લો પછી સ્ટીમ કરી લો
ત્યાં સુધી વઘાર કરી લો એક પેનમાં તેલ એડ કરી એમાં રાઈનો વઘાર કરો એમાં લીલા મરચા એડ કરી પાણી એડ કરો અને પછી ખાંડ એડ કરી મિક્સ કરી લો
પછી ખમણ થઈ જાય એટલે એને કટ કરી લોએના ઉપર પાણી રેડતા જાઓ અને પછી એને ધાણાથી ગાર્નીસ કરીને સર્વ કરો
આવી જ રીતે બનાવજો તમારા ખમણ બહુ જ પોચા અને નરમ બનશે
તો તૈયાર છે નાયલોન ખમણ એ પણ દુકાન જેવા આ રેસીપી જરૂરથી બનાવજો
રેસિપીનો વિડિઓ જુવો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here