ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા તેની અંગર જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. હાર્દિકે એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકને તેની દુલહનીયા બનાવીને બધાને ચોંકાવી દીધા હતા.
આટલું જ નહીં હાર્દિકે લગ્નની સાથે-સાથે તેને એ પણ એલાન કર્યું છે કે, તેના ઘરે જલ્દી જ નાનું મહેમાન આવશે. નતાશાએ શિયલ મીડિયા પર નતાશાના બેબી બંપ સાથે તસવીર શેર કરી હતી.
જેમાં તેણે લખ્યું અમે પોતાની જિંદગીમાં જલ્દી એક નવી જિંદગીનું સ્વાગત કરવા માટે ઉત્સાહીત છીએ. હાર્દિક પંડ્યાએ તસવીર શેર કરતાની સાથે જ ખેલાડીઓએ તેને શુભેચ્છાઓ આપવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન નતાશાની પ્રેગ્નેંસીને લઈ તેના એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીનું રિએક્શન પણ વાયરલ થઈ રહ્યું છે.એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ તેને અભિનંદન આપવાની સાથે દિલવાળી ઈમોજી પણ મુકી છે. તેનું આ રિએક્શન ફેંસને ઘણું પસંદ આવી રહ્યું છે.
નતાશા અને અલી ગોનીએ નચ બલિયેમાં સાથે ભાગ લીધો હતો. જણાવી દઈએ કે, નતાશા અને અલી ગોની વર્ષ 2014માં એકબીજાને ડેટ કરી ચુક્યા છે. આ સંબંધ ફક્ત 1 વર્ષ સુધી જ ચાલ્યો હતો. વર્ષ 2015માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું.
View this post on Instagram
નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ સાથે જ તેણે લખ્યું, – હાર્દિક અને મેં એક સાથે લાંબી સફર કરી છે. અમે ખૂબ જલ્દી પોતાની જિંદગીમાં એક નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.
View this post on Instagram
બંનેએ એક પારંપરિક સમારોહની પણ તસવીર શેર કરી છે. જેમાં બંનેએ માળા પહેરી છે. એવામાં ઘણા લોકો વિચારીને હેરાન રહી ગયા કે શું બંને એ લોકડાઉન દરમિયાન લગ્ન કરી લીધા હતા. વર્ષ 2020ની શરૂઆતમાં જ હાર્દિક પંડ્યાએ ખાસ અંદાજમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. તેણે રિંગ પહેરાવીને નતાશાને પ્રપોઝ કર્યું હતું. બંને ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
View this post on Instagram