ભારતનું ચંદ્રયાન-2 મિશન હજુ સુધી ખતમ થયું નથી, ઇસરોના વૈજ્ઞાનિકોએ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવા માટે પોતાની બધી જ તાકાત લગાવી દીધી છે, ત્યારે હવે તેની સાથે આ મિશનમાં વિશ્વનું સૌથી મોટું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન NASA પણ જોડાઈ ગયું છે. નાસાએ પોતાના ડીપ સ્પેસ નેટવર્ક (DSN) દ્વારા વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી તો આ કોમ્યુનિકેશન એક તરફી જ રહ્યું છે, એટલે કે વિક્રમ લેન્ડર તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો.

નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીએ વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે ડીપ સ્પેસ નેટવર્ક (DSN) દ્વારા રેડિયો ફ્રીક્વન્સી મોકલી છે. અમેરિકાના એક એસ્ટ્રોનોટ સ્કોટ ટીલીએ એક ટ્વીટમાં કહું છે કે વિક્રમને મોકલવામાં આવેલા સંદેશની હલકી પ્રતિક્રિયા મળી છે. તેમની આ ટ્વીટથી ઇસરોના વૈજ્ઞાનિકોમાં આ મિશનને લઈને આશા ફરીથી બંધાઈ ગઈ છે.
#DSN 24 beams ~12KW of RF at the #Moon in hopes of stimulating #Chandrayaan2‘s lander #VikramLander into communicating with home. Here’s a eerie recording of the searcher’s signal reflected off the Moon and back to Earth via EME (Earth Moon Earth) on 2103.7MHz. pic.twitter.com/SgOtaIsSYh
— Scott Tilley (@coastal8049) September 10, 2019
જણાવી દઈએ કે ગયા દિવસોમાં નાસાએ ઇસરોના ચંદ્રયાન-2 મિશનના વખાણ કર્યા હતા. નાસાએ ટ્વીટ કરીને લખ્યું હતું, ‘અંતરિક્ષમાં શોધ કરવું મુશ્કેલ કામ છે. અમે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઇસરોના ચંદ્રયાન-2 મિશન દ્વારા ઉતરવાના પ્રયાસને વખાણીએ છીએ.’
Space is hard. We commend @ISRO’s attempt to land their #Chandrayaan2 mission on the Moon’s South Pole. You have inspired us with your journey and look forward to future opportunities to explore our solar system together. https://t.co/pKzzo9FDLL
— NASA (@NASA) September 7, 2019
શનિવારે ચંદ્રયાન-2ના લેન્ડર સાથેનો ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો. આ પછી હવે 6 દિવસ વીતી ચુક્યા છે. પરંતુ હજુ સુધી ચંદ્રની સપાટી પરથી કોઈ સારા સમાચાર આવ્યા નથી. ચંદ્રની જે બાજુએ વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી છે ત્યાં 14 દિવસ જ સૂરજનો પ્રકાશ આવે છે. આ 14 દિવસ 20-21 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ રહયા છે. આ મિશનને પૂરું કરવા માટે વૈજ્ઞાનિકો પાસે માત્ર 9 દિવસનો સમય જ બચ્યો છે. 21 સપ્ટેમ્બર સુધી તેઓ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી શકે છે. આ પછી ત્યાં રાત શરુ થઇ જશે એટલે સંજોગો બદલાઈ જશે.

એટલે જ પ્રયાસો કરવામાં આવી રહયા છે કે કોઈ રીતે 20 સપ્ટેમ્બર પહેલા વિક્રમથી પ્રજ્ઞાન રોવરને જગાડીને બહાર કાઢી શકાય અને શોધકાર્યને આગળ વધારી શકાય. જાણકારી અનુસાર, નાસા કેલિફોર્નિયા, મેડ્રિડ અને કેનબેરા સ્થિત પોતાના ગ્રાઉન્ડ સ્ટેશનો સાથે રેડિયો ફ્રીક્વન્સી બીમ કરી રહયા છે અને આશા છે કે કોઈને કોઈ સ્ટેશન સાથે વિક્રમનો સંપર્ક થઇ જ જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks