હેલ્થ

શું તમને કે તમારા ઘરમાં કોઈને નસ ચઢવાની તકલીફ થાય છે? તો આ ઉપાય બહુ જ ફાયદાકારક છે, વાંચો અને નસ ચઢવાની સમસ્યાથી રાહત મેળવો

અચાનક ચાલતા ચાલતા અથવા બેઠા હોય અને જેવા ઉભા થતા ત્યાં રગ એટલે કે નસ ચઢી જતી હોય છે, તો જાણો આ કામની ટિપ્સ

ઘણીવાર રાત્રે સૂતી વખતે અથવા તો કોઈ કામ કરતી વખતે કે પછી ઘણીવાર બેઠા બેઠા પણ નસ પર પન્ટ્સ ચઢી જવાની સમસ્યા રહેતી હોય છે. આ કોઈ બીમારી નથી છતાં પણ નસ ચડવાનું દર્દ ખુબ જ વસમું હોય છે. આ સ,એ ભગવાનને પણ યાદ કરવા પડે, ક્ષણવાર તો એવું લાગે કે આપણે મૃત્યુની નજીક પહોંચી ગયા હોઇએ, ખરું ને?

Image Source

આ તકલીફ શરીરમાં કમજોરી આવવાના કારણે થાય છે, આ સમસ્યા થવાનો કોઈ નિશ્ચિત સમય પણ નથી હોતો,  રાત્રે ઘસઘસાટ સુતા હોઈએ ત્યારે અચાનક નસ ચઢી જાય છે અને અસહ્ય પીડા ભોગવવી પડે છે, આનો કોઈ તાત્કાલિક ઈલાજ પણ ના માંડવાના કારણે આપણે આ અસહ્ય દર્દને આંખોમાં પાણી સાથે સહન કરી લેતા હોઈએ છે. પરંતુ આજે અમે તમને આ સમસ્યાના કેટલાક ઘરેલુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છે જેનાથી તમને દર્દમાં ચોક્કસ રાહત મળશે.

Image Source

જો તમને જમણા પગની નસ ચઢી છે તો તમે ડાબા તરફના કાનનો નીચેનો ભાગ થોડી સેકેંડ માટે દબાવો, ધીમે ધીમે તમને દર્દમાં રાહત થતી જોવા મળશે, બસ 10 કે 15 સેકેંડ કાનના નીચીના ભાગને દબાવતા રહો અને નસ ચઢવાની અસહ્ય પીડાથી મુક્તિ મેળવો. જયારે પણ તમને ડાબા કે જમણા પગની નસ ચઢે ત્યારે તેના વિપરીત કાનની નીચેના ભાગને થોડી સેકેંડ માટે દબાવવાનો શરૂ કરી દેવો. આ નાનો ઉપાય તમને મોટી રાહત આપી શકે છે.

Image Source

શરીરના બીજા કોઈ અંગમાં તમને નસ ચઢી છે તો બીજો એક સરળ ઉપાય પણ છે. જયારે પણ તમને નસ ચઢે ત્યારે હથેળીમાં થોડું મીઠું લઈ તેને ચાટતા રહો. થોડી જ વારમાં તમને રાહત મળવાની શરૂ થઇ જશે. જયારે પણ તમને નસ ચડવાની સમસ્યા થાય ત્યારે તમે જે પણ કામ કરતાં હોય તેને ત્યાં જ રોકી દો. જો તમારી આજુબાજુમાં બરફ અથવા તો કોઈ તેલ હોય તો તેનાથી જે જગ્યાએ નસ ચઢી છે એ જગ્યા ઉપર માલીસ કરતા રહો જેના કારણે લોહીનું પરિભ્રમણ શરૂ થઇ જશે અને તમને નસ ચઢવાની સમસ્યાથી રાહત પણ મળવાની શરૂ થઇ જશે.

Image Source

રસ્તામાં ચાલતા ચાલતા કે કોઈ કામ કરતા અચાનક તમારા પગની નસ ચઢી જાય ત્યારે તે જ તરફના હાથની વચ્ચેની આંગળી ઉપર રહેલા નખ અને ચામડીના વચ્ચેના ભાગને દબાવતા રહો જ્યાં સુધી દર્દમાં તમને રાહત ના મળતી થાય. આ સરળ ઉપાય તમને જયારે પણ તકલીફ થાય ત્યારે કરી શકો છો. જે લોકોને રોજ રાત્રે સુતા સુતા નસ ચઢવાની સમસ્યા થતી હોય તો તેમને પગની નીચે તકિયો રાખીને સુવાનું શરૂ કરી દેવું જોઈએ. તકિયા સિવાય પણ જો તમે પગને થોડી ઊંચાઈએ રાખીને સુઈ જવાય એવું કરશો તો પણ તમને આ સમસ્યામાંથી છુકારો મળી જશે.

Image Source

જો વારંવાર તમને નસ ચઢવાની સમસ્યા થતી હોય અને તમે તેનાથી છુકારો મેળવવા જ માંગતા હોય તો જેમ બને તેમ કેળા વધુ ખાવાના શરૂ કરી શકો છો. શરીરમાં પોટેશિયમની માત્રા ઘટવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે અને કેળા ખાવાના કારણે તમારા શરીરમાં પૂરતું પોટેશિયમ જળવાઈ રહેશે.

Image Source

આ ઘરેલુ ઉપાય દ્વારા તમે નસ ચઢવાના અસહ્ય દર્દમાંથી મુક્તિ મેળવી શકો છો, જો તમારા પરિવારના કોઈ વ્યક્તિ કે તમારા નજીકના કોઈપણ વ્યક્તિને નસ ચઢવાની સમસ્યા હોય તો આ આર્ટિકલ તેમને વંચાવી તેમના દર્દમાં રાહત આપવાનું સૌભાગ્ય પણ તમે મેળવી શકો છો.