કૌશલ બારડ જાણવા જેવું પ્રસિદ્ધ લેખકની કલમે

સિદ્ધમઠની મુલાકાત લેતા વડાપ્રધાનની આ તસ્વીરો બહુ વાઇરલ થઈ છે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના પ્રવાસ દરમિયાન રાજધાની બેંગ્લુરુ પાસે આવેલા સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી. આ મઠ કર્ણાટકમાં વસ્તી બાહુલ્ય ધરાવતા લિંગાયત સમુદાયનું પ્રમુખ શક્તિસ્થાન છે. વડાપ્રધાને અહીં મ્યુઝિયમનું ઉદ્ધાટન કર્યું હતું અને જનસભાને સંબોધિત કરી હતી.

 

કોણ હતા શિવકુમારા સ્વામી?:

તાજેતરમાં સિદ્ધગંગા મઠના મહંત શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીનું નિધન થયું. તેઓ ૧૧૧ વર્ષના હતા! સિદ્ધગંગા મઠના મહંત હોવાને નાતે તેમનો પ્રભાવ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સહિત ભારતભરમાં આવેલા ૪૦૦ લિંગાયત મઠો પર હતો. શિવકુમારા સ્વામીને કર્ણાકટના લોકો ‘હાલતા-ચાલતા ભગવાન’ના રૂપમાં ઓળખતા, પૂજતા. તેમની ઉદારત સખાવતો અને આધ્યાત્મિકતાની વાતો ઘણી પ્રસિધ્ધ છે.

 

શિવકુમારા સ્વામીનું વ્યક્તિત્વ વિરલ હતું. મઠ દ્વારા ચાલતાં શિક્ષણસંસ્થાનોમાં જાતિ કે ધર્મના કોઈ ભેદભાવ વગર લાખો ગરીબ બાળકોએ શિક્ષણ લીધું છે. ભોજનશાળાઓમાં હજારો ભૂખ્યાઓનાં પેટ ઠર્યાં છે. મઠની શાળાઓમાં હિંદુ ધર્મના તો બધા જ વિદ્યાર્થીઓનો કોઈ ભેદભાવ વગર સમાવેશ કરવામાં આવે જ છે, પણ મુસ્લિમ બાળકો પણ અહીઁ ભણે છે! શિવકુમાર સ્વામી આધ્યાત્મિક રીતે પણ અનન્ય જેવા હતા. એમનું નિધન થતા લિંગાયતો સહિત સામાન્ય લોકોએ પણ જાણે ભગવાનને ગુમાવ્યા છે! કર્ણાટકમાં તો રાજ્યવ્યાપી શોક જાહેર થયો છે.

કોણ છે લિંગાયતો?:
લિંગાયત સંપ્રદાય આમ તો હિન્દુધર્મનો જ એક પંથ છે, પણ પાછલા થોડા સમયથી આ સમુદાય પોતાને અલગ ધર્મનો દરજ્જો મળે અને લઘુમતિમાં સમાવેશ થાય એવું ઈચ્છે છે. ૧૨મી સદીમાં સંત બસવેશ્વર દ્વારા લિંગાયત સંપ્રદાયની સ્થાપના કરવામાં આવેલી. આ સમુદાય હિન્દુ ધર્મમાં તે સ્થાયી થયેલા બ્રાહ્મણવાદ સહિતની પ્રથાઓ સામે અસંતોષ જાહેર કરે છે.

ગળામાં રાખે છે ઇષ્ટલિંગ:
લિંગાયતોનો મત બહુઈશ્વરવાદને માનતો નથી. તેઓ આત્મા અને બ્રહ્માંડને જ માને છે. આત્માનું જોડાણ સીધું બ્રહ્માંડ સાથે છે. વેદો કહે છે કે, બ્રહ્માંડનો ઉદ્ભવ હિરણ્યગર્ભ(ગોળાકાર ઇંડું)માંથી થયેલો. આથી લિંગાયતો ઇંડાકાર સફેદ પથ્થરમાં ધાગો પરોવી ગળે બાંધે છે.

અલબત્ત, હિન્દુ ધર્મમાં રહેલા વિવિધ સંપ્રદાયોની જેમ લિંગાયત પણ એક સંપ્રદાય છે. તેમની ધર્મવિભાવના, રીતિરીવાજો ભલે હિન્દુ વેદધર્મની મુખ્યધારાથી થોડા અંશે ભિન્ન હોય પણ એમનાં મૂળ તો વેદધર્મમાં જ રહેલાં છે. લિંગાયતો ભગવાન શિવજીના પરમ ભક્ત પણ છે.

સિદ્ધમઠ લિંગાયતોનું પ્રમુખ ધર્મસ્થાન છે. આ મઠમાંથી નીકળેલો આદેશ હરેક લિંગાયતને શિરોમાન્ય છે. ભારતમાં ૪૦૦ જેટલા લિંગાયત મઠો આવેલા છે અને આશરે એક કરોડથી પણ વધારે તેના અનુયાયીઓ છે, જેમનો પૂર્ણઆદર ભાવ તો સિદ્ધમઠ પ્રત્યે જ હોય છે. અહીં વડાપ્રધાનની સિદ્ધમઠની મુલાકાત દરમિયાનની કેટલીક બહુચર્ચિત તસ્વીરો જોઈ શકો છો.


Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.