જાણવા જેવું

ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય? ગમે તેટલું ભણ્યા હોય તો પણ ખબર નહિ હોય.. જાણો ભજીયા સહીત આ બીજી 20 ચીજોના અંગ્રેજીમાં નામ

જાણો ભજીયા સહીત આ બીજી 20 ચીજોના અંગ્રેજીમાં નામ

આજકાલ લોકો વાતચીત કરવા માટે અંગ્રેજી ભાષાનો જ પ્રયોગ કરતા હોય છે. જેને વધારે અંગ્રેજી નહિ આવડતું હોય એ પણ વાતચીત કરતી વખતે તેમાં વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ તો કરતુ જ હશે. પરંતુ એવી ઘણી બધી વસ્તુઓ છે, જેના અંગ્રેજી નામ દરેકને નહિ આવડતું હોય. તો આજે એવી જ કેટલીક વાશુંઓના અંગ્રેજી નામ જાણીશું, જેના વિશે આપણે નહિ જાણતા હોઈએ –

1. સોજી-
શિરો, ઉપમા વગેરે જેમાંથી બને છે તે સોજીને અંગ્રેજીમાં semolina કહેવામાં આવે છે.

2. ટીંડા –
ટીંડાનું શાક દરેકને નહિ ભાવતું હોય પરંતુ એ તો ખબર હોવી જોઈને કે ટીંડાને અંગ્રેજીમાં apple gourd કહેવામાં આવે છે.

3. સાબુદાણા-
આપણે ત્યાં ઉપવાસમાં જેની ખીચડી બને છે તે સાબુદાણાને અંગ્રેજીમાં tapioca sago કહેવામાં આવે છે.

4. હીંગ-
જેના વગર દાળનો વઘાર અધૂરો લાગે, તેવી દરરોજ ઉપયોગમાં આવતી હિંગને અંગ્રેજીમાં asafoetida કહેવાય છે.

5. ભજીયા-
ચોમાસુ આવે અને ચા સાથે ભજીયા ખાવાની ડિમાન્ડ વધી જાય, પણ બધાને નહિ ખબર હોય કે ભજીયાને અંગ્રેજીમાં fritters કહેવાય છે.

6. છીણી-
ગાજરને છીણીને હળવો બને, પણ ગાજર છીણવાં માટે જે છીણીનો ઉપોયોગ થાય છે, તેને અંગ્રેજીમાં grater કહેવાય છે.

7. ખાંડણી-
દરેકના ઘરમાં જોવા મળતી ખાંડણી કે જેમાં આદુ, લસણ, મરચા જેવી વસ્તુ વાટવામાં આવે છે તેને અંગ્રેજીમાં mortar કહેવામાં આવે છે.

8. વેલણ-
રોટલી વણવા માટે જે વેલનનો ઉપયોગ થાય છે તેને અંગ્રેજીમાં rolling pin કહેવામાં આવે છે.

9. ઓરસિયો-
જે પાટલી જેવી વસ્તુ પર લોટ મૂકીને વણવામાં આવે છે, ઘણા ઘરોમાં તેને ઓરસિયો કહેવાય છે, એ પાટલીને અંગ્રેજીમાં rolling board કહેવામાં આવે છે.

10. સાણસી, ચીપિયો-
રસોડામાં સૌથી વધુ કામમાં આવતી વસ્તુ એટલે સાણસી અને ચીપિયો, જેને અંગ્રેજીમાં tongs કહેવામાં આવે છે.

11. તુરિયા-
વેલા પર ઉગતા તુરીયા જે બહુ ઓછા લોકોને ભાવતા હશે, તેને અંગ્રેજીમાં Ridge Gourd કહેવાય છે.

12. મેથી-
મેથીના દાણાં, જે દાળમાં વઘારમાં નાખવા સિવાય પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તેને અંગ્રેજીમાં fenugreek કહેવાય છે.

13. પરવળ-
પરવળનું શાક તો બધાને જ પસંદ આવતું હશે પણ પરવળને અંગ્રેજીમાં Pointed Gourd કહેવાય છે એ નહિ જાણતા હોય.

4. મખાના-
મખાના, ખાવાની ખૂબ જ મજા આવે પણ તેનું અંગ્રેજીમાં નામ ખબર છે? તેને અંગ્રેજીમાં Fox Nuts કહેવાય છે.

15. અળવી-
અળવીનું શાક એમ તો સ્વાદમાં બટાકાના શાક જેવું જ લાગે પણ તેને અંગ્રેજીમાં Colocasia roots કહેવાય છે.

16. સીતાફળ-
સીતાફળ સૌથી વધારે ટેસ્ટી અને બહુ બધા બીયા પણ હોય, પણ તેને અંગ્રેજીમાં custard apple કહેવાય છે.

17. અજમો-
પેટમાં દુખે ત્યારે મમ્મીનો અકસીર ઈલાજ અજમો, તેને અંગ્રેજીમાં carom seeds કહેવામાં આવે છે.

18. આંબળા-
વાળ માટે સૌથી સારા ગણાતા આંબળાને અંગ્રેજીમાં gooseberry ક્હેવાય છે.

19. દૂધી-

દૂધીનુ શાક બહુ ઓછા લોકોને ભાવતું હશે પણ તેના મુઠિયા બે હાથેથી ખાય, પણ તેને અંગ્રેજીમાં Bottle Gourd કહેવાય છે, એ ખબર હતી?

20. વરિયાળી-
જમ્યા પછી લગભગ દરેક વ્યક્તિને મુખવાસ યાદ આવે, અને મુખવાસ એટલે વરિયાળી, પણ તેને અંગ્રેજીમાં Fennel Seeds કહેવાય છે, હવે યાદ રાખજો.

21. ચીકુ-
ચીકુનો મિલ્કશેક તો પીવાની બહુ મજા આવે પણ અંગ્રેજીમાં ચીકુને શું કહેવાય? અંગ્રેજીમાં Sapodilla કહેવાય છે.