ખબર

કોરોના હોસ્પિટલમાં લાગી આગ, એકસાથ આટલા લોકોના જીવ હોમાયા, PM મોદીએ એ કહી આ વાત

કોરોના મહામારીના કારણે લોકો સારી સારવાર મળે તે માટે થઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા હોય છે. પરંતુ આ દરમિયાન ઘણી હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ જોવા મળી છે. હાલમાં મળતી ખબર પ્રમાણે મહારાષ્ટ્રની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હછે.

નાગપુરના વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળેલી માહિતી પ્રમાણે આગ હોસ્પિટલના આઇસીયુ વોર્ડની અંદર લાગી છે.

આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહેલા દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઉપરાંત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે. પોલીસે આ આ દુર્ઘટના ઉપર જણાવ્યું કે લગભગ 27 લોકોને અહિયાંથી કાઢીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે તેમેણે કઈ નહોતું જણાવ્યું.

આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ એસીમાંથી નીકળી રહી હતી. મળેલી જાણકારી પ્રમાણે જે સમયે આગ લાગી તે સમયે બીજા માળ ઉપર 10 દર્દીઓ હતા, આગ લાગ્યા બાદ 6 દર્દીઓ જાતે જ બહાર નીકળી ગયા જયારે ચાર દર્દીઓને ફાયર બ્રિગેડકર્મીઓએ બચાવ્યા.

નાગપુર હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના ઉપર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ટ્વીટ દ્વારા દુર્ઘટનામાં માર્યા ગયેલા શોક સંતપ્ત પરિવારને સાંત્વના આપી છે. સાથે જ આ દુર્ઘટનામાં ઘાયલ થેયલા લોકોને જલ્દી જ સાજા થવાની પ્રાર્થના કરી છે.

આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ પણ આ દુર્ઘટના વિશે ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.