ખબર

હવે આ રહસ્યમય બીમારીથી દુનિયાભરમાં મચી ગયો હડકંપ, આ જગ્યાએ થયા 5 લોકોના મોત, 43 લોકો સંક્રમિત

દુનિયાભરમાં હાલમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે, આ બીમારીના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો કરોડો લોકો તેની ચપેટમાં આવી ગયા છે, આ બીમારી બાદ બીજી પણ ઘણી એવી બીમારીઓ આવી રહી છે જે લોકોની ચિંતામાં વધારો કરે છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

હાલમાં મેડ કાઉ ડીઝીઝ નામની એક રહયસ્યમય બીમારીએ લોકોમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બીમારીના કારણે કેનેડામાં અત્યારસુધી 5 લોકોના મોત થઇ ચુક્યા છે અને 43 લોકો સંક્રમિત છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ એક દુર્લભ અને ઘાતક મસ્તિસ્ક વિકાર છે. જેને ફ્રુટજફેલ્ટ-જેકોબ રોગ અથવા CJDના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 2021માં આ બીમારીના અત્યારસુધી 6 નવા મામલા સામે આવી ચુક્યા છે. કેનેડાના સ્વાસ્થ્ય અધિકારી હવે એ શોધ કરી રહ્યા છે કે આ બીમારીથી 43 લોકો સંક્રમિત કેવી રીતે થયા.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

કેનેડાના સ્વાસ્થ્ય વિભાગને આ બીમારીથી પાંચ લોકોના મોતની ખાતરી કરી છે. તે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અજ્ઞાત ન્યુરોલોજીકલ બીમારી શું છે ? જેને આટલા ઝડપથી લોકોને સંક્રમિત કર્યા.

ડેલી મેઈલના રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે પહેલીવાર આ બીમારી 2015માં સામે આવી હતી. જેના બાદ છેલ્લા કેટલાક વર્ષોથી તેના મામલા સતત વધી રહ્યા છે. 2020માં તેના 24 મામલા સામે આવ્યા હતા અને આ વર્ષની શરૂઆતમાં જ 6 નવા મામલા નોંધાયા છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિમારી એટલી જટિલ છે કે જેના માટે ઘણા ટેસ્ટ કરવા પડી રહ્યા છે. ન્યુરોલોજીસ્ટ ડૉ.નીલ કેશમેન અને વિશેષજ્ઞોની ટિમ આ બીમારીથી જોડાયેલા સવાલોના જવાબ શોધવામાં લાગી ગઈ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બીમારીમાં કોઈ સમય સીમા નિર્ધારિત નથી કરવામાં આવી શકતી કે બીમારીથી જોડાયેલા રહસ્યોનો ક્યારે પડદો ઉઠી શકશે.

મેડ કાઉ ડીઝીઝ ગાયમાં થવા વાળી બીમારી છે. આ એક અસામાન્ય પ્રોટીનના કારણે મવેશીયાઓમાં ફેલાવવા વાળા એક ઘાતક ન્યુરોલોજીકલ રોગ છે. જે દિમાગ અને કરોડરજ્જુના હાડકાને પ્રભાવિત કરે છે.  જો કે આ બીમારીની પહેલીવાર ઓળખ 1986માં બ્રિટેનમાં થઇ હતી. પરંતુ શોધકર્તાઓનો દાવો છે કે તેની શરૂઆત 1970થી જ થઇ ગઈ હતી.