ખબર

આયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતના આ મુસ્લિમ દંપતીએ આપ્યું 1.51 લાખ રુપિયાનું દાન

આયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ ગયું છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા સમગ્ર દેશમાંથી ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે. માત્ર ગુજરાતમાંથી જ રામ મંદિરના નિર્માણ માટે 31 કરોડ રૂપિયા ભેગા થઇ ચુક્યા છે. ત્યારે આ દરમિયાન જ એક મુસ્લિમ દંપતીએ કરેલું દાન ખુબ જ ચર્ચામાં છે. પાટણમાં રહેવા વાળા મુસ્લિમ સમુદાયના એક ડોક્ટર દંપતી હામિદ મન્સૂરી અને મુમતાઝ મન્સુરીએ રામ મંદિરના નિર્માણ માટે 1,51,000નું દાન આપ્યું છે. જેની પાછળનો મતલબ માનવતા અને ભાઈચારાનો છે.

પાટણમાં રહેવા વાળા આ દંપતી ભગવાન શ્રી રામના મંદિર માટે આગળ આવ્યા છે. જો કે ગુજરાતની અંદરથી આવો પહેલો મામલો છે કે કોઈ હિન્દૂ નહીં પરંતુ મુસ્લિમ પરિવાર દાવર આ પ્રકારે દાન કરવામાં આવ્યું હોય. દાન આપ્યાના થોડા સમય પહેલા જ આ દંપતી આયોધ્યા પણ જઈ ચુક્યા છે. જ્યાં તેમને રામલલાના મંદિરની અંદર માથું પણ ટેકવ્યું હતું. સાથે જ મુમતાઝ મન્સુરીએએ માનતા પણ માંગી હતી કે રામલલાનું મંદિર જલ્દી જ બની જાય અને હવે જયારે મંદિર બની રહ્યું છે ત્યારે આ દંપતી મંદિરના નિર્માણ માટે દાન આપવામાં પણ પાછળ નથી રહ્યું.

ડોક્ટર હામિદ મન્સૂરીનું કહેવું છે કે તેમને ભારતના ઘણા મંદિરોમાં દર્શન કર્યા છે.તેમની આસ્થા માનવતામાં છે. પોતે મુસલમાન હોવા છતાં પણ તેમને કયારેય કોઈ ધર્મને લઈને ભેદભાવ નથી કર્યો. ફક્ત માનવતા જ સૌથી મોટો ધર્મ સમજ્યો છે. અને આજે તેમને એક મુસ્લિમ હોવા પહેલા એક ભારતીય હોવાનો ધર્મ નિભાવ્યો છે.

તો તેમની પત્ની મુમતાઝ મન્સૂરીનું કહેવું છે કે તે જયારે અયોધ્યા ગયા ત્યારે રામ મંદિરનો નિર્ણય આવ્યો નહોતો. ત્યારે મેં માનતા રાખી હતી કે જલ્દી જ મંદિર બની જાય અને આજે તે માનતા પૂર્ણ થઇ ગઈ છે. હું મારી જાતને ખુબ જ ભાગ્યશાળી સમજુ છું.

ડોક્ટર હમિદ મન્સૂરી અને તેમની પત્ની વર્ષોથી જ પાટણમાં રહે છે અને વર્ષોથી અહીંયા મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે.