આ ક્રિકેટર પોતાની પત્નીને જીવથી વધુ પ્રેમ કરતો અને આંખ બંધ કરીને વિશ્વાસ કરતો પણ તેની પત્નીનું પીઠ પાછળ ખાસ મિત્ર સાથે હતું અફેર
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિક પોતાના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહ્યો છે. કાર્તિકના અંગત જીવનમાં એવું બન્યું છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કાર્તિકની પત્ની નિકિતાનું અફેર ભારતીય ટીમના જ બીજા ખેલાડી મુરલી વિજય સાથે ચાલી રહ્યું હતું. અને નિકિતાએ કાર્તિકને છૂટાછેડા આપીને વિજય સાથે લગ્ન પણ કરી લીધા હતા.

એક સમય એવો હતો જયારે મુરલી વિજય અને દિનેશ કાર્તિક ખુબ જ સારા મિત્રો હતા. તે તામિલનાડુ માટે ઘરેલુ ક્રિકેટ રમતા હતા. આ સાથે બંને જ ભારતીય ટીમનો પણ ભાગ બન્યા, પરંતુ ક્રિકેટના મેદાનની આ મિત્રતા ઘર સુધી પણ પહોંચી અને કાર્તિકની જાણ બહાર જ મુરલી વિજયને કાર્તિકની પત્ની નિકિતા સાથે પ્રેમ થઇ ગયો.

જયારે મુરલી વિજય અને નિકિતાના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું ત્યારે દિનેશ કાર્તિક ખુબ જ દુઃખી રહેવા લાગ્યો અને છેલ્લે તેને નિકિતા સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય પણ કરી લીધો. નિકિતાએ પણ કાર્તિકને ડિવોર્સ આપી મુરલી સાથે લગ્ન કરી લીધા.

જયારે કાર્તિક અને નિકિતાના છૂટાછેડા થયા ત્યારે નિકિતા ગર્ભવતી હતી. મુરલી વિજય તેની સાથે પ્રેમ કરતો હોવાના કારણે તેને પણ નિકીતાને અપનાવી લીધી અને બંને સુખી જીવન વિતાવવા લાગી ગયા.

પરંતુ આ તરફ કાર્તિકના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. તે માનસિક તણાવમાં પણ આવી ગયો. તે પોતાની પત્ની દ્વારા આપવામાં આવેલા દગાને એટલા સરળતાથી ભુલાવી શક્યો નહોતો.

આ દરમિયાન જ કાર્તિકના જીવનમાં પણ ખુશીઓએ દીપિકા પલ્લિકલના રૂપમાં પ્રવેશ કર્યો. તે બંનેની મુલાકાત 2013માં થઇ અને દીપિકાએ કાર્તિકને સાચવી લીધો. તેને કાર્તિકનો બહુ જ સારી રીતે સાથ પણ આપ્યો. ત્યારબાદ બંનેએ 2015માં લગ્ન કરી લીધા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.