ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતના મૌતના મામલામાં જલ્દી જ થશે રિયા ચક્રવર્તી સાથે…

અભિનેતા સુશાંત સિંહની અચાનક જ થયેલી આત્મહત્યાથી પૂરો દેશ શૌકમાં છે. ગઈ કાલની સાંજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એવામાં હવે પોલીસ સમગ્ર ઘટનાની શોધખોળ કરવામાં લાગી ચુકી છે. જો કે સુશાંતના રૂમમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી પણ ડિપ્રેશનને લગતી દવાઓ મળી હતી જેનાથી એવું માનવામાં આવ્યું હતું કે તે આગળના અમુક મહિનાથી ડિપ્રેશનમાં હતા.

Image Source

એવામાં હવે પોલીસ જલ્દી જ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીની પૂછતાછ શકે તેમ છે. અંકિતા લોખંડે સાથે 6 વર્ષ સુધી ડેટ કર્યા પછી સુશાંત રિયાને ડેટ કરવા લાગ્યા હતા અને બંને લિવ ઈન રિલેશનમાં પણ રહેતા હતા. સુશાંત અને આંકતા લોખંડે સિરિયલ પવિત્ર રિશ્તા દ્વારા એક બીજાની નજીક આવ્યા હતા.

Image Source

મળેલી જાણકારીના આધારે આત્મહત્યાની આગળની રાતે સુશાંતે છેલ્લા બે ફોન તેની ગર્લફ્રેન્ડ રિયા અને મહેશ શેટ્ટીને ફોન કર્યા હતા. જો કે બંન્ને માંથી કોઈએ પણ ફોન ઉઠાવ્યા ન હતા. મહેશ સુશાંત સિંહની સાથે સીરિયલ પવિત્ર રિશતામાં સાથે જોવા મળ્યા હતા.

Image Source

રિપોર્ટના આધારે મહેશે ફોન ન ઉઠાવ્યા પછી સુશાંત ઊંઘવા માટે ચાલ્યા ગયા હતા. મહેશે જણાવ્યું કે જ્યારે તેણે સવારે જોયું કે સુશાંતનો આવ્યો હતો ત્યારે તેણે  તરત જ  8.30 વાગ્યે ફોન કર્યો હતો પણ સુશાંતે ફોન ઉઠાવ્યો ન હતો. જેના પછી મહેશને સીધા જ સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા.

Image Source

સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે રિયા પણ સ્મશાન ઘાટ પહોંચી ગઈ હતી. એવામાં જલ્દી જ પોલીસ રિયા સાથે પૂછતાછ કરી શકે તેમ છે. રિયા સુશાંત સાથે તેના જ ઘરમાં રહેતી હતી પણ આત્મહત્યાના સમયે તે ઘરમાં હાજર ન હતી. અમુક દિસવો પહેલા જ સુશાંતે રિયાને ઘરેથી જવા માટેનું કહ્યું હતું જેનાથી એવું માનવામાં આવી રહ્યું હતું કે બંન્ને વચ્ચે સંબંધો ઠીક ન હતા.

Image Source

સુશાંતની બહેને જણાવ્યું કે સુશાંત આગળના 5 મહિનાથી ડિપ્રેશનમાં હતા અને તેનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. પાંચ દિવસ પહેલા ફોન પર વાત કરી હતી. સુશાંતે કહ્યું હતું કે તેની તબિયત ઠીક નથી. જેના પછી તે સુશાંતના ઘરે આવી અને બે દિવસ રહી હતી. સુશાંતે ડિપ્રેશનની દવાઓ ખાવાનું પણ બંધ કરી દીધું હતું. મિત્રો અને ઘરના કેર ટેકરે જણાવ્યું એ અમુક દિવસથી તેનો વ્યવહાર અસામાન્ય હતો અને તે ખુબ જ વધારે પડતા જ ડિપ્રેશનમાં હતા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.