કૌશલ બારડ મનોરંજન લેખકની કલમે

‘એકતા, તમે મહાભારત બનાવીને સત્યનાશ વાળી નાખ્યું છે!’ મુકેશ ખન્નાના એકતાની મહાભારત પરના ગુસ્સા સાથે તમે સંમત છો? વાંચો

‘શક્તિમાન’ સિરીયલથી બાળકો સહિત દરેક ઉંમરના લોકોમાં ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરના મુકેશ ખન્નાની એક બીજી સિધ્ધી પણ યાદ કરવા જેવી છે. એ છે બી.આર.ચોપરાની ‘મહાભારત’ સિરીયલમાં ગંગાપુત્રનો ભીષ્મનો રોલ ભજવવાની. દુરદર્શન પર 90’ના દસકામાં પ્રસારિત થનારી ‘મહાભારત’ સિરિયલે ભારતભરમાં અપૂર્વ ચાહના મેળવી હતી.

ઉલ્લેખનીય છે, કે બલદેવ રાજ ચોપરા દ્વારા પ્રદર્શિત આ સિરિયલે લોકપ્રિયતાના અનેક આયામો સર કરી લીધા હતા. વિશાલ ભારદ્વાજ, ગજેન્દ્ર ચૌહાણ, ફિરોઝ ખાન, પ્રવીણ કુમાર, મુકેશ ખન્ના અને રૂપા ગાંગુલી જેવા કલાકારોએ આ ટેલિવિઝન સિરીયલમાં આપેલા દમદાર અભિનયને આજે પણ લોકો યાદ કરે છે. સિરીયલની પટકથા પંડિત નરેન્દ્ર શર્મા અને રાહી માસૂમ રાઝાએ લખેલી, તો સંગીત રાજ કમલનું હતું. સિરીયલનું દિગ્દર્શન બલરાજ ચોપરાના પુત્ર રવિ ચોપરાએ કરેલું.

Image Source

આ સિરીયલ પછી તો ટી.વી.સ્ક્રીનના પડદે 2008માં એકતા કપૂરની મહાભારત અને 2014માં બીજી પણ એક મહાભારત આવેલી. પણ લોકો કહે છે, કે જે ઉત્કૃષ્ટતા બી.આર.ચોપરાની મહાભારતમાં હતી તે બીજી એકેયમાં જોવા ના મળી. એકતા કપૂરની મહાભારત સામે ઘણા સવાલો ઉઠ્યા હતા. એમના પર મૂળે વેદવ્યાસ લિખીત મહાભારતની કથા પર છેડછાડ કરવાનો પણ આરોપ હતો. મુકેશ ખન્ના ઘણીવાર આ બાબતથી એકતા કપૂર પર નારાજગી દર્શાવતા રહે છે. અખબારોમાં તેઓના લેખો પણ આવે છે.

Image Source

પાંડવોના કોસ્યૂમ વિદેશી થઈ ગયા છે! —

2008માં આવેલી એકતા કપૂરની મહાભારત પર મુકેશ ખન્ના કહે છે, કે એકતા કપૂરે મહાભારત બનાવીને ખરેખર તો મહાભારતની કથાનું-ભવ્યતાનું સત્યાનાશ વાળી નાખ્યું છે. તેમણે કથામાં તોડ છેડછાડ કરી જ છે પણ વધારેમાં તેમણે મહાભારતના પૌરાણિક પાત્રો માટે જે કોસ્યૂમ સેટ કર્યા છે તે નિંદનીય છે. જૂના કાળમાં રોમનોના ગ્લેડિયેટર્સ જેવા ગ્રીક પહેરવેશ પાંડવો માટે ડિઝાઇન કર્યા છે.

Image Source

વસ્ત્રપરિધાન સાથે છેડછાડ —

મુકેશ ખન્ના વધારેમાં કહે છે, કે એકતા કપૂરની મહાભારતમાં દ્રૌપદી બનેલ અભિનેત્રીની પીઠ પર ટેટૂ દર્શાવવામાં આવ્યું છે. આ ખરેખર વ્યાજબી નથી. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવું બધું કરવાનું? દ્રૌપદી જેવા વંદનીય પાત્રો સંપૂર્ણ વસ્ત્રોમાં શોભે કે આવી રીતે?

Image Source

ભીષ્મએ સત્યવતીની સામે નહી, એમના પિતા સામે પ્રતિજ્ઞા લીધેલી —

મહાભારતની મૂળ કથામાં ભીષ્મ જ્યારે પોતાના પિતાની ભલાઈ માટે જો સત્યવતી પોતાના પિતાને વરે તો રાજપાટ ત્યાગીને આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે એ મત્સ્યકન્યા સત્યવતીના પિતા સામે લે છે. બી.આર.ચોપરાની સિરીયલમાં ભીષ્મનો રોલ ભજવનાર મુકેશ ખન્નાએ પણ આ જ પ્રકારે અભિનય કરેલો. પણ એકતા કપૂરની ‘મહાભારત’ સિરીયલમાં ભીષ્મને સત્યવતીની સામે પ્રતિજ્ઞા લેતા દર્શાવાય છે. મુકેશ ખન્ના જણાવે છે, કે ભારતીય સંસ્કૃતિમાં કન્યાના વિવાહ બાબતની સંપૂર્ણ વાતચીત કન્યાના પિતાની સમક્ષ જ થાય છે, નહી કે કન્યાની રૂબરૂ થઈને!

Image Source

આ મહાભારતને આવતી પેઢી યાદ રાખશે? —

વધુમાં પોતાનો આક્રોશ વ્યક્ત કરતા મુકેશ જણાવે છે, કે એકતા કપૂરે બનાવેલી મહાભારત ટીઆરપી માટેની હોડમાં રહેવા સર્જાયેલી હતી. એ માટે એમાં લોકોનું ધ્યાન દરેક એપિસોડમાં ખેંચી રાખવા કંઈક કથાવસ્તુને અવગણતું અસત્ય ઉમેરવામાં આવતું.

એકતા કપૂરે એકવાર જણાવેલું, કે પોતે ઇચ્છે છે કે આવનારા વીસ વર્ષો પછી પણ પોતાની આ મહાભારત લોકો યાદ રાખવા જોઈએ. આ બયાન પર મુકેશ ખન્ના ટકોર કરે છે, કે આવી મહાભારત લોકો યાદ રાખશે? આ જોઈને આવનારી પેઢી શું ધારણા બાંધશે?

Image Source

હવે કમેન્ટમાં તમે પણ જણાવશો કે તમને કઈ મહાભારત સૌથી વધારે ગમેલી? દુરદર્શન પર વર્ષો અગાઉ આવતી અને આવે ત્યારે ગલી-મહોલ્લાઓ સૂમસામ કરીને લોકોને ટેલિવિઝન સામે ગોઠવી દેતી બલદેવ રાજ ચોપરાની મહાભારત કે એ પછી આવેલી મહાભારત? જવાબ જરૂર આપશો, ધન્યવાદ!

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks