રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ખરીદી સૌથી મોંઘી ગાડી, VIP નંબર પ્લેટ અને ટેક્સ સાથે ચૂકવ્યા આટલા રૂપિયા

મુકેશ અંબાણીના ગેરેજમાં નવી એન્ટ્રી, VIP નંબર માટે જે રકમ ચૂકવી એ રકમમાં સાંભળીને ઉંઘ ઉડી જશે

ભારતના સૌથી અમીર માણસ મુકેશ અંબાણીના કાર કલેક્શન વિશે બધા લોકો જાણે જ છે. વાત જયારે દુનિયાના કેટલાક ખુબ અમીર લોકોમાંથી એક મુકેશ અંબાણીની થઇ રહી છે તો જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેને દુનિયાની સૌથી લગ્ઝરી SUV ગણવામાં આવતી રોલ્સ રોયલ કલિનન ખરીદી છે જેની કિંમત જાણીને તમે હેરાન થઇ જશો.

આ ગાડી ભારતમાં ગણતરીના લોકો પાસે જ છે અને આ ગાડી તેના લુક અને ફીચર્સના કારણે બધાની ફેવરિટ છે. મુકેશ અંબાણીની પાસે પહેલેથી જ રોલ્સ રોયલ ગાડી છે પરંતુ નવી રોલ્સ રોયલ કલિનનની વાત જ કંઈક અલગ છે.

મુકેશ અંબાણીએ જે નવી લગ્ઝરી ગાડી રોલ્સ રોયલ કલિનન ખરીદી છે તેની કિંમત લગભગ 13 કરોડ રૂપિયાની જણાવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં કોઈ વ્યક્તિ દ્વારા ખરીદાયેલ સૌથી મોંઘી ગાડી છે. છેલ્લા 31 જાન્યુઆરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા સાઉથ મુંબઈ સ્તિથ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આ ગાડીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે જયારે વર્ષ 2018માં રોલ્સ રોયલ કલિનન લોન્ચ થઇ હતી ત્યારે તેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા હતી. મુકેશ અંબાણીએ જે નવી રોલ્સ રોયલ કલિનન ખરીદી છે તે જોરદાર કસ્ટમાઇઝ છે અને તેવામાં તેની કિંમત 13 કરોડ રૂપિયાથી પણ વધારે જણાવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે પીટીઆઈએ RTO અધિકારીઓના હવાલા મુજબ કહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ તરફથી આગળના 15 વર્ષ સુધી એક વખત જ 20 લાખ રૂપિયા ટેક્સ આપવામાં આવ્યો છે. સાથે જ એક ખાસ નંબર પ્લેટ પણ રજીસ્ટર કરાવી છે. આરઆઈએલે 0001 નામનો VIP નંબર લીધો છે અને તેના માટે 12 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

રોલ્સ રોયલ કલિનન 2.5 ટન વજનવાળી આ લક્ઝરી SUVમાં 6749 ccનું પેટ્રોલ એન્જીન લગાવેલું છે જે 563 bhpનો પાવર અને 850nm ટૉર્ક જનરેટર કરી શકે છે. આ લકઝરી SUVની ટોપ સ્પીડ 250 kmph સુધી છે.

Patel Meet