મુકેશ અંબાણીના જમાઈ પિરામલ માટે ઘરે બેઠા કરો આ કામ, તમને દર મહિને મળશે 25-30 હજાર રૂપિયાની કમાવાનો મોકો

0

પાણી એક એવી વસ્તુ છે કે જેના વિના પૃથ્વી પર જીવન જ શક્ય નથી. ધરતી પર રહેલો એક પણ વ્યક્તિ પાણી વિના જીવિત નથી રહી શકતો. એટલે પાણી સાથે જોડાયેલો કોઈ પણ વેપાર કરો તો એ કદી અસફળ નથી થતો. ઉનાળો શરુ થઇ ગયો છે અને ઉનાળામાં એક વાર ફરી પીવાના પાણી માટેની માંગ વધવાની છે.

એમ તો વેપાર કરવાના ઘણા બધા રસ્તાઓ છે, એમાંથી જ એક સરળ રસ્તો અમે તમને જણાવી રહયા છીએ. જે છે વોટર એટીએમનો. આજકાલ લોકોમાં શુદ્ધ પાણીની માંગ વધી છે જેના કારણે આ વેપાર કરવો સફળ રહેશે. જે તમે મુકેશ અંબાણીના જમાઈની કંપની સાથે મળીને પણ કરી શકો છો. પિરામલ ઇન્ડસ્ટ્રીઝે પિરામલ સર્વજલ માનનું એક ઇનિશિએટિવ શરુ કર્યું  છે, જેના અંતર્ગત તેઓ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ પર શુદ્ધ પાણી માટે વોટર એટીએમ લગાવી રહયા છે.

Image Source

ખોલો પિરામલ સર્વજનનું વોટર એટીએમ –

હવે ભારતીય રેલવે, મેટ્રો, રોડ ટ્રાન્સપોર્ટથી લઈને પ્રાઇવેટ કંપનીઓ પણ વોટર એટીએમ ઇન્સ્ટોલ કરાવી રહી છે. એવામાં પિરામલ સર્વજલની સાથે મળીને તમે વોટર એટીએમની ફ્રેંચાઈજી લઇ શકો છો. તેના દ્વારા તેમને મહિનાની સહેલાઈથી 15થી 20 હજાર રૂપિયાની કમાણી થઇ શકે છે. જણાવી દઈએ કે પિરામલ સર્વજલ પિરામલ ફાઉન્ડેશનનો હિસ્સો છે.

શું છે આ વોટર ATM?

Image Source

જેવી રીતે હાલના સમયે પૈસા કાઢવા માટે દરેક ગલીગલીમાં બેન્ક એટીએમ લગાવવામાં આવે છે. તેવી જ રીતે વોટર એટીએમ લાગી શકે છે. જેના દ્વારા લોકો આસાનીથી શુદ્ધ પાણી પી શકે છે. લોકો વોટર એટીએમમાં સિક્કો કે નોટ દ્વારા પાણીનો નાનો ગ્લાસથી લઈને 20 લીટર સુધીનો જગ પણ લઇ શકે છે. આવા પ્રકારના એટીએમમાં ઇનબિલ્ટ આરઓ સિસ્ટમ હોય છે.

શરૂઆત માટે આ ચીજોની રહેશે જરૂર –

ઓછામાં ઓછા 200 વર્ગફૂટની જગ્યા હોવી જોઈએ, વોટર એટીએમ માટે કોમર્શિયલ ઈલેક્ટ્રીસીટી કનેક્શન, વોટર એટીએમ માટે પાણીની ઉપલબ્ધતા જેનાથી તેની ટ્રીટમેન્ટ કરી શકાશે, ચીલર-ડિલિવરી વાહન, જગ વગેરે હોવું જોઈએ.

ક્યાંથી મેળવવી જાણકારી –

Image Source

જો તમે કંપની નું વોટર એટીએમ લગાવવા માટે વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તેની વેબસાઈટ sarvajal.com પર જાઓ. જેમાં ડાબી બાજુએ જોઈન અસ ની ટૈબ આપેલી હશે, તેને ક્લિક કરો. તમને અહીં ફ્રેન્ચાઈજી નો વિકલ્પ મળશે. વિકલ્પ પર ક્લિક કર્યા પછી નવું પેઈજ મળશે. અહીં દરેક જરૂરી જાણકારી તમને મળી જશે. સૌથી નીચે એપ્લાઇ કરવાનો વિકલ્પ મળશે. જ્યાં તમારે તમારું નામ, એડ્રેસ અને ફોન નંબર આપવાનો રહેશે. તમે ટોલ ફ્રી નંબર 1800 103 2334 પર સંપર્ક કરી શકો છો.

કંપની તરફથી મળશે આ સપોર્ટ –

-કંપની તેના ચાલતા ઈન્સ્ટોલેશન અસિસ્ટેંન્સ આપે છે. તેના સિવાય પહેલા વર્ષ કમ્પોનેન્ટ રિપ્લેસમેન્ટ ગેરંટી. દરેક મહિને મેન્ટેનન્સ સર્વિસ પણ આપવામાં આવે છે. પહેલા અઠવાડિયે ગ્રાહક બેસ બનાવવા માટે સપોર્ટ કરે છે.

ખોલી શકો છો કંપનીની યુનિટ –

Image Source

તેના સિવાય તમે કંપનીનું યુનિટ પણ લગાવી શકો છો. કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારીના આધારે, અત્યાર સુધી તે દેશમાં 600થી પણ વધારે યુનિટ્સ લગાવી ચુકી છે. તેના આધારે, તેની 20 લીટર વૉટરની કિંમત 1 કપ ચા બરાબર પડે છે.

આ જગ્યાઓ પર લગાવી શકો છો વોટર એટીએમ –

વધતી જઈ રહેલી ડિમાન્ડથી વોટર એટીએમ લગાવવા માટે ઘણા વિકલ્પો ખુલી ગયા છે. એવામાં તમે આ જગ્યાઓ પર વોટર એટીએમ લગાવી શકો છો. સ્કૂલ, માર્કેટ, હાઇવે પર પેટ્રોલ પમ્પ, રોડસાઈડ રેસ્ટોરેન્ટ, હોસ્પિટલ, બસ સ્ટોપ, શોપિંગ મૉલ, ઓફિસ, ટુરિસ્ટ પ્લેસ જેવી જગ્યાઓ પર વોટર એટીએમ શરુ થઇ રહયા છે…

માહિતી સોર્સ 1માહિતી સોર્સ 2, માહિતી સોર્સ 3

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.