રાજકારણી પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં મહેન્દ્ર સિંહ ધોની બન્યા રોમાન્ટિક, સાક્ષીએ શેર કરી ખુબ જ ખાસ તસવીરો

ગુલાબી નગરી જયપુરમાં માહીનો પત્ની સાક્ષી પર ઉભરાયો પ્રેમ…તસવીરોમાં જોવા મળ્યો 14 વર્ષનો નિરંતર પ્રેમ, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. ધોની ભલે આજે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હોય પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે તેમના ચાહકો સાથે પણ જોડાયેલા રહે છે. ધોની સોશિયલ મીડિયામાં પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી તસવીરો પણ શેર કરતા હોય છે.

હાલમાં જ ધોની અને તેની પત્ની સાક્ષી જયપુરની અંદર યોજાયેલા રાજકારણી પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાંથી ધોનીની તેની પત્ની સાક્ષી સાથેની ખુબ જ રોમાન્ટિક તસવીરો સામે આવી છે. આ તસ્વીરોને સાક્ષીએ જ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

સાક્ષીએ શેર કરેલી આ તસ્વીરોમાં ધોની અને સાક્ષી રોમાન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે, તેમની આ તસવીરો ઉપર ચાહકો ભરપૂર પ્રેમ પણ વરસાવી રહ્યા છે. સાક્ષી ધોનીએ તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેની મુલાકાતના 14 વર્ષ પૂરા કર્યા છે, જેના પર તેને ખાસ તસવીરો પોસ્ટ કરી છે. મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત સાક્ષીએ જીવા સાથેની તસવીરો પણ શેર કરી હતી.

જયપુરમાં એનસીપી નેતા પ્રફુલ પટેલના પુત્રના લગ્નનો કાર્યક્રમ હતો. જ્યાં મહેન્દ્ર સિંહ ધોની પોતાના સમગ્ર પરિવાર સાથે પહોંચ્યો હતો. પ્રફુલ પટેલની દીકરી પૂર્ણા પટેલ, સાક્ષીની મિત્ર છે, જેના કારણે સાક્ષી અને ધોનીનું લગ્નમાં આવવું જરૂરી હતું.

જયપુરમાં થયેલા લગ્નની અંદર મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીની ઘણી તસવીરો સામે આવી છે. આ દરમિયાન સાક્ષીએ એમએસ ધોની સાથે મસ્તી કરી અને બૂમરેંગ પણ શેર કર્યું હતું. ધોની અને પત્ની સાક્ષી રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનર કરતા પણ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ફંકશનમાં બોલિવૂડ કલાકારો સાથે રાજકારણીઓએ પણ ખૂબ જ મજા માણી હતી. આ દરમિયાન સલમાન ખાન હોલિવૂડ એક્ટ્રેસ સામંથા સાથે જોવા મળ્યો હતો. રવિવારે જયપુરના રામબાગ પેલેસ ખાતેથી પ્રફુલ પટેલના પુત્રની જાન નીકળી હતી. જેમાં મહેન્દ્ર સિંહ ધોની જેન્ટલ મેન લૂકમાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

Niraj Patel